શોધખોળ કરો

Gujarat Rain: 4 સપ્ટેમ્બરથી 28 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ લેટેસ્ટ આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં IMD ની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં વરસાદની પેટર્નમાં ફેરફાર જોવા મળશે. આ મુજબ, રાજ્યમાં 2 અને 3 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઓછું રહેશે.

Gujarat Weather Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા વરસાદના માહોલ બાદ આગામી બે દિવસ માટે મેઘરાજા વિરામ લે તેવી સંભાવના છે. જોકે, હવામાન વિભાગ (IMD) એ 4 સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં 2 અને 3 સપ્ટેમ્બરના રોજ વરસાદનો આંશિક વિરામ રહેશે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. પરંતુ 4 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય 14 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 5 અને 6 સપ્ટેમ્બરે રાજ્યના 28 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે, જ્યારે 7 સપ્ટેમ્બરે 27 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ રહેશે.

4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદની તીવ્રતા વધશે. હવામાન વિભાગે આ દિવસે ખાસ કરીને છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

5 અને 6 સપ્ટેમ્બરની આગાહી

વરસાદનું જોર 5 અને 6 સપ્ટેમ્બરના રોજ ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે. આ દિવસો દરમિયાન, રાજ્યના 28 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.

7 સપ્ટેમ્બરની આગાહી

7 સપ્ટેમ્બરે વરસાદનું જોર થોડું ઓછું થશે, પરંતુ હજુ પણ રાજ્યના 27 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ દિવસે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. આગામી દિવસોમાં વરસાદની સંભવિત પરિસ્થિતિને જોતાં, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં ભરવા વિનંતી કરવામાં આવે છે.

ટોપ સ્ટોરી

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget