શોધખોળ કરો

રાજ્યમાં બે દિવસ ગરમીને લઈ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં બે દિવસ ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સુરેંદ્રનગર અને ભુજમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદમાં ગરમીનો પારો 40.9 તો રાજકોટમાં 41.6 ડિગ્રી રહ્યો છે.  

ગાંધીનગર: રાજ્યમાં બે દિવસ ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સુરેંદ્રનગર અને ભુજમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદમાં ગરમીનો પારો 40.9 તો રાજકોટમાં 41.6 ડિગ્રી રહ્યો છે.  બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.  માર્ચ મહિનામાં ગર્મીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો. એપ્રિલ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી 3 દિવસ અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2 દિવસ બાદ તાપમાનમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સમગ્ર દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો 

સમગ્ર દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે વધતા તાપમાને માર્ચ મહિનામાં 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન કરતા 1.86 ડિગ્રી વધુ નોંધાયુ છે.  માર્ચ 2022માં દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયુ હતુ.  હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 બાદ  આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો.  ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે વરસાદ ઓછો પડવાથી ગરમીમાં વધારો થયો છે.  ઉત્તર અને મધ્ય ભારતને હાલ લૂ અને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી.

દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.  તો  ગુજરાતમાં પણ આગામી બે દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજકોટ, સુરેંદ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં કાળઝાળ ગરમીનેપગલે યલો એલર્ટ રહેશે.  જો કે બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં સાધારણ રાહત મળશે.

ડીસામાં ગરમીનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં શનિવારે ગરમીનો પારો 40.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ગરમીનો પારો 39.8 ડિગ્રી અને સુરતમાં ગરમીનો પારો 32.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget