શોધખોળ કરો
Advertisement
પંચમહાલ: કાલોલમાં મકાનનો સ્લેબ તૂડી પડતા પરિવાર દટાયો, માતા-પુત્રીના મોત
કાલોલના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટી પડતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્ત થયા છે.
પંચમહાલ: કાલોલના ડેરોલ સ્ટેશન વિસ્તારમાં મકાનનો સ્લેબ તૂટી પડતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં માતા-પુત્રીનું મોત થયું છે. જ્યારે પતિ અને બાળકી ઇજાગ્રસ્ત થયા છે.
કાલોલના ગાયત્રી સોસાયટીમાં શુક્રવારે મોડી સાંજે જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ મકાનમાં એક શ્રમજીવી પરિવાર સુઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. સ્લેબ તૂટી પડતા આખો પરિવાર સ્લેબ નીચે દબાયો હતો. જેમાં માતા પુત્રીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે કાલોલ ટીડીઓ મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement