શોધખોળ કરો

Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 26 થી 29 એપ્રિલ દરમિયાન માવઠું પડશે. આવતીકાલથી માવઠું પડતાં જ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.

ગાંધીનગર:  ગરમીના પ્રકોપ વચ્ચે ફરી મોસમનો મિજાજ બદલાશે.  આવતીકાલથી ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે.  હવામાન વિભાગે આ  આગાહી  કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 26 થી 29 એપ્રિલ દરમિયાન માવઠું પડશે. આવતીકાલથી માવઠું પડતાં જ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ બંને શહેરોમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  

Lawrence bishnoi: ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇના  જાણો કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.  લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. લોરેન્સના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે  લોરેન્સ બિશ્નોઇને કોર્ટમાં   રજૂ કરવામાં આવ્યો હતો.  ડ્રગ્સ કેસમાં અન્ય મહત્વની કડીની તપાસ  માટે ATSએ રિમાન્ડની માંગ કરી હતી.  કોર્ટે  લોરેન્સના  14  દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.  પટિયાલા હાઉસ કોર્ટે ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા ખાસ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.

લોરેન્સ બિશ્નોઇને વર્ષ  2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો.   નોંધનીય છે કે  વર્ષ  2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે  લોરેન્સનો  કબ્જો લેવામાં આવ્યો હતો.  ગુજરાત ATS એ કબ્જો મેળવી લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો હતો.

પાકિસ્તાનથી કચ્છના રસ્તે ભારતમાં લવાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મેરાજ તેમજ અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઇનું નામ આપ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ પંજાબની જેલમાંથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનો આરોપ છે.

Lawrence Bishnoi on ABP News: શું પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા લે છે ગેંગસ્ટર્સ? લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો

Lawrence Bishnoi on ABP News: એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'ઓપરેશન દુર્દાન્ત'માં દેશના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી જ ખુલીને વાત કરી હતી.  ગેંગસ્ટર બનવાથી લઈને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે લોરેન્સ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે શું પંજાબનું સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગેંગસ્ટરો સાથે જોડાયેલી છે? તો તેણે કહ્યું કે હજી એવું નથી. જેમ બોલિવૂડમાં થાય છે, એવું અહીં નથી થતું. પરંતુ ભવિષ્યમાં થશે તો કોણ કહી શકશે. 

શું ગુંડાઓ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પૈસા લે છે?

આ સવાલના જવાબમાં લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, "અમારા એન્ટી ગેંગસ્ટરોએ લઈ લીધા હતા, પરંતુ અમારી ગેંગે ક્યારેય કોઈની પાસેથી પૈસા લીધા નથી." તેમણે કહ્યું, "અમે અત્યાચાર સામે અવાજ ઉઠાવીશું. જે આપણી સાથે છે તેની સાથે કોઈ ખોટું કરે તો તેની પ્રતિક્રિયા આપીશું. હું 9 વર્ષથી જેલમાં છું અને મારી ભૂલોની સજા ભોગવી રહ્યો છું.

ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો: બિશ્નોઈ

સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, 'ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો. આ હત્યા વિશે મને પહેલેથી જ ખબર હતી, પરંતુ તેમાં મારો કોઈ હાથ નહોતો. મુસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યા હતા. મેં ગોલ્ડીને કહ્યું કે મૂઝવાલા આપણો દુશ્મન છે. હું વિકી મિદુખેડાની હત્યાથી ગુસ્સે હતો અને તે હત્યામાં મૂસેવાલા પણ સામેલ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget