શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.  શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે.

અમદાવાદ: હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.  શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વાતાવરણ સૂકું રહેશે. આવતી કાલથી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેશે.  24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

25 અને 26 નવેમ્બરે  સૌરાષ્ટ્ર કચ્છ,  ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પૂર્વ દિશાના પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે.  3 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે.  

ખેડૂતોના માથે સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે માર્કેટ યાર્ડના સંચાલકોએ વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપી છે. રાજ્યભરના માર્કેટયાર્ડના સત્તાધીશીઓએ સૂચના આપી છે ખેડૂતો અને વેપારીઓ પોતાની ખેત પેદાશોને સુરક્ષિત રીતે ઢાંકી દે. ડીસામાં માર્કેટયાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીને લઈને ખેડૂતોને સૂચના આપી છે. પાટણ એપીએમસીએ પણ ખેડૂતો અને વેપારીઓ માટે સૂચના જાહેર કરી છે. ખેત પેદાશોને ઢાંકીને રાખવા અને સુરક્ષિત જગ્યાએ રાખવાની સૂચના અપાઈ છે.               

રાજકોટ માર્કેટિંગ યાર્ડે પણ માવઠાની આગાહીને જોતા ખાસ તૈયારી કરી છે. મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. કપાસ સહિતના અન્ય પાકો માટે શેડની પૂરતી વ્યવસ્થા કરાઈ છે.          

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, 16.2 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ  રહ્યું

ભેજનું પ્રમાણ વધતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ગગડ્યો છે. નલિયા 16.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગાંધીનગરમાં 17 ડિગ્રી તો અમદાવાદમાં લઘુતમ તાપમાન  18.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરતનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે. 

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ભારે પવન સાથે રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.

ગાંધીનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજકોટમાં 19 ડિગ્રી અને ભાવનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  નલિયા 16.02 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સુરત શહેરમાં  21 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો જરોદાર ચમકારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યમાં  બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

Embed widget