શોધખોળ કરો

Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ

Unseasonal rain:  ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

Unseasonal rain:  ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય છાપરી, ગલાલીયાવાડ, રામપુરામાં વરસાદ વરસ્યો હતો. ખરોડ, ડોકી, જાલત, વાંદરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લીમડી તાલુકાના મીરાંખેડી, વરોડ, ડુંગરી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. દાહોદના ફતેપુરા, સલરા, વડવાસમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કરોડિયા, વલોન્ડી, પાટવેલ, નવાગામ, છાલોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

મહીસાગરમાં કમોસમી વરસાદ

ભરઉનાળે મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાણા અને સંતરામપુર શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કડાણા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી આઠ મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.

અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસા, શામળાજી, મેઘરજ, માલપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છવાયો. શામળાજીના સુનોખ, વાશેરા કંપા, ઈસરી, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સોમવારે સાંજે બોટાદમાં વરસાદ ખાબક્યો હતો. સાંજ પડતા જ બોટાદના રાણપુર શહેરમાં પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. રાણપુરના માલણપુર, ખોખનીયા, રાજપરા, નાગનેશ, બોડીયા સહિતના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ડાંગ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગના સાપુતારામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget