શોધખોળ કરો

Gujarat Rain:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે.

દેવભૂમિ દ્વારકા:  હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે.  શિયાળું પાકને નુકસાન જવાની ભિતી છે.  કલ્યાણપુરના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદથી ભર શિયાળે માવઠાનો માર પડતાં ખેડૂતોના શિયાળું પાકને નુક્સાન જવાની ભારે ભિતી સેવાય રહી છે.

રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટા જેવી સ્થિત સર્જાઇ રહી છે. આજે સવારે દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતને રવિ પાકમાં ઘઉં, ચણા, જીરુ, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થઇ રહી છે.   

બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક વધારો થશે.  હવામાન વિભાગે બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે.  અમદાવાદ શહેરમાં 16.7 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 26 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પવનની દિશા પૂર્વ ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાય રહ્યા છે.  ગુજરાતના કચ્છ, દ્વારકાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે આ ઉપરાંતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   અરબી સમુદ્રમાંથી ભેજવાળા  પવન આવતા હોવાના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. નલિયામાં 11થી 14 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. જયારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 

દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરના હવામાનની વાત કરીએ તો  મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સંભાવના છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget