શોધખોળ કરો

વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે દારૂ વેચાય છે તેવી સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથના કાર્યકરો જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી થઈ.
  • ગામમાં દારૂ મળતો હોવાની ફેસબુક પોસ્ટ કારણભૂત બની.
  • જૂની ચૂંટણી અદાવત અને રેશનિંગ લાયસન્સ પણ જવાબદાર.
  • મારામારીમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત, પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

વડોદરાના ડભોઈમાં એક ફેસબુક પોસ્ટ જેવા મુદ્દે ભાજપના જ બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે દારૂ વેચાય છે તેવી સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુદ્દે ભાજપના બે જૂથના કાર્યકરો જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા. ભાજપના બે જૂથના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીમાં બે વ્યકિતને ઈજા પણ પહોંચતા સારવારમાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ફક્ત સોશિયલ મીડિયા પોસ્ટ જ નહીં પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીનું જુનુ મનદુઃખ પણ સમગ્ર મુદ્દે જવાબદાર છે તેવું સામે આવ્યું હતું. 

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ ભાજપના જ બે જૂથો પડી ગયા હતાં. તાજેતરમાં ભીલાપુરની રેશનિંગની દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ થતા બે જૂથ વચ્ચે અંતર વધ્યું હતું. ભાજપના આ બંને જૂથોના કાર્યકરો વારંવાર એકબીજા પર આરોપો પણ લગાવતા હતાં. આ વચ્ચે એક જૂથના કાર્યકરે સોશિયલ મીડિયામાં ગામમાં દારૂ મળતો હોવાની પોસ્ટ મૂકી અને મામલો વણસ્યો હતો.  બંને જૂથના ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા અને ગામના મુખ્ય માર્ગ પર જાહેરમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જૂથ અથડામણમાં બે વ્યકિત પરેશ પટેલ અને કિરણ પટેલને માથામાં ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડ઼વા પડ્યા હતાં. જોકે ભાજપના જ બે જૂથ વચ્ચે આ મારામારી અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.  

ફેસબુક પોસ્ટ બાદ ભાજપના જ બે જૂથના કાર્યકરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. ગામના મુખ્ય માર્ગ પર બંને જૂથો સામસામે આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી અને ભારે બોલાચાલી બાદ જૂથ અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ગઈકાલે ભાજપના એક જૂથના કાર્યકરે ફેસબૂક પર 'ગામમાં દારૂ મળે છે' તેવી પોસ્ટ મૂકી હતી. લોહીયાળ મારામારીમાં બંને પક્ષે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક અસરથી ડભોઇ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ડભોઇ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.             

Frequently Asked Questions

વડોદરાના ડભોઈમાં ભાજપના જૂથો વચ્ચે મારામારીનું તાત્કાલિક કારણ શું હતું?

ગામમાં દારૂ વેચાય છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભાજપના બે જૂથના કાર્યકરો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. જૂના મનદુઃખ અને રેશનિંગ દુકાનના લાયસન્સ રદ થવા જેવા મુદ્દા પણ જવાબદાર હતા.

આ મારામારીની ઘટના કયા સ્થળે બની હતી?

આ ઘટના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે બની હતી. ગામના મુખ્ય માર્ગ પર બંને જૂથો સામસામે આવી ગયા હતા.

આ મારામારીમાં કોઈને ઈજા થઈ હતી?

હા, આ મારામારીમાં પરેશ પટેલ અને કિરણ પટેલ નામના બે વ્યક્તિઓને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શું આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી?

ના, ભાજપના જ બે જૂથ વચ્ચે થયેલી આ મારામારી અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ટોપ સ્ટોરી

'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન
'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget