શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ડોક્ટર દંપત્તિને આઈસલેન્ડ પર હનીમુન મનાવવા જવું ભારે પડ્યું? જાણો કેમ
વલસાડ જિલ્લાના વાપીના એક હોસ્પિટલમાં ફરજ બજાવતું દંપતી હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા નજીક વનુંઆતુ આઈલેન્ડ પર ગયું હતું
વલસાડ જિલ્લાના વાપીના એક હોસ્પિટલમાં ફરજ બજાવતું દંપતી હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા નજીક વનુંઆતુ આઈલેન્ડ પર ગયું હતું. લોકડાઉન શરૂ થતાં આ દંપતી છેલ્લા દોઢ મહિનાથી અહીં ફસાઈ ગયું છે જેને લઈને તેઓ પરત ભારત આવવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યું છે.
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ વાઈબ્રેન્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર કૃણાલ રામટીકે અને ડોક્ટર પૂજા ટંડેલ બંનેના લગ્ન નવેમ્બરની 10 તારીખે થયા હતા પરંતુ કામની વ્યસ્તતાને કારણે તેઓ 15 માર્ચે તેમના હનીમૂન પર ઓસ્ટ્રેલિયા નજીક આવેલ વનુંઆતુ આઈલેન્ડ પર ગયા હતા.
પરંતુ કોરોના વાયરસના કારણે ત્યાં લોકડાઉન થતાં આ દંપતી ત્યાં ફસાયું હતું. છેલ્લા દોઢ મહિનાથી આ દંપતી એક ભાડાના મકાનમાં રહી રહ્યાં છે. વલસાડ ખાતે આવેલ ડો. પૂજા ટંડેલના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. આ બંને ડોક્ટર દંપતી દ્વારા ભારત પરત લાવવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement