શોધખોળ કરો

Vapi: તસ્કરોએ પોલીસનું નાક કાપ્યુ, શહેરમાં રાત્રી દરમિયાન એકસાથે 16 દુકાનોના શટર તોડ્યા...

અહીં એક જ રાતમાં 16થી વધુ દુકાનોના શટરો તોડવામાં આવ્યા છે. વાપીમાં ગઇ રાત્રે મેઇન રૉડ પર આવેલા એક શૉપિંગ કૉમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા

Vapi: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ વાપીમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર આપતો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વાપી શહેરમાં ગઇ રાત્રે એક મોટી દૂર્ઘટના ઘટી છે, અહીં એક જ રાતમાં 16થી વધુ દુકાનોના શટરો તોડવામાં આવ્યા છે. વાપીમાં ગઇ રાત્રે મેઇન રૉડ પર આવેલા એક શૉપિંગ કૉમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રાત્રી દરમિયાન બેફામ બનેલા તસ્કરોએ આ કૉમ્લેક્ષમાંથી એકસાથે 16 દુકાનોના શરટો તોડી કાઢ્યા હતા. વાપી શહેરમાં ઘટેલી આ ઘટનાથી વાપી પોલીસ પર સવાલો ઉભા કર્યા છે. તસ્કરો અહીં પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેમ રાત્રી પોલીસ પેટ્રૉલિંગના પણ ધજાગરા ઉડ્યા છે. 

Vapi: તસ્કરોએ પોલીસનું નાક કાપ્યુ, શહેરમાં રાત્રી દરમિયાન એકસાથે 16 દુકાનોના શટર તોડ્યા...

તસ્કરોનો તરખાટ, ગામની શાળામાં બારી તોડીને ઘૂસ્યા ને કૉમ્પ્યુટર, લેપટૉપ, ટીવી ઉઠાવીને લઇ ગયાં.....

ઘરો જ નહીં હવે શાળાઓ પણ તસ્કરોની નજરથી સુરક્ષિત નથી રહી, હાલમાં જ વડોદરાના સાવલીમાં તસ્કરોએ એક શાળામાં ચોરીની ઘટનાને અંજામ આપીને ત્રણ લાખથી વધુનુ માલમત્તા લઇને ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે, આ અંગે હવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સાવલીમાં ગઇરાત્રે એક સાથે બે ચોરીની ઘટના ઘટી છે, આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ખરેખરમાં, ગઇરાત્રે સાવલી તાલુકાના ટુંડાવ ગામની ટુંડાવ પ્રાથમિક શાળામાં તસ્કરોનો હાથ ફેરો કર્યો હતો, જેમાં તસ્કરો આ શાળામાં બારીની ગ્રીલ તેમજ દરવાજા તોડીને શાળામાં પ્રવેશ્યા હતા અને શાળામાંથી 2 કૉમ્પ્યુટર, 3 પ્રિન્ટર અને 1 લેપટોપ તેમજ ટીવી સહિત આશરે ૩.૫૦ લાખ રૂપિયાો સામાન ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ મંજુસર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જોકે, ખાસ વાત છે કે ગઇ રાત્રે માત્ર શાળામાં જ નહીં ગામમાં એક સાથે બે ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. 

તસ્કરો લાખોના દાગીના ને અડ્યા પણ નહીં ને ટીવી લઇને ભાગ્યા 

રાજકોટમાં આજે એક વિચિત્ર ચોરીની ઘટના ઘટી છે, એક અધિકારીના ઘરમાં ગઇકાલે તસ્કરો ત્રાટક્યા હતા, આ તસ્કરોએ ઘરમાં રહેલા લાખોના દાગીના ના ઉઠાવ્યા પરંતુ માત્ર ટીવીની ચોરી કરીને ભાગી ગયા હતા, જોકે, આ વિચિત્ર ચોરી અંગે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. માહિતી એવી છે કે, ગઇકાલે EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા, આ EPFO ડેપ્યૂટી કમિશનરનું ઘર થોડાક પહેલા જ CBIએ સીલ કર્યુ હતુ, કેમ કે આ EPFOના ડેપ્યૂટી કમિશનરના ઘરને લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા સીલ મારવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, આ સીલ કરેલા ઘરમાં ગઇ કાલે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો, જ્યારે તસ્કરોએ હાથ ફેરો કર્યો તો ઘરમાં રહેલા 25 લાખના દાગીના સહીસલામત રાખ્યા હતા અને તસ્કરો માત્ર ટીવી ચોરી ગયા હતા. આ સીલ થયેલા ઘરમાં ચોરી થતાં ગાંધીનગરથી પણ સીબીઆઇની ટીમે દોડીને રાજકોટ પહોંચી હતી. આ પછી આ ચોરીના બનાવ અંગે સીબીઆઇએ મકાન માલિકને FIR કરવા માટે સૂચના આપી હતી, જે પછી યૂનિવર્સીટી પોલીસે આ તસ્કરીની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

Embed widget