શોધખોળ કરો

આગામી 3 દિવસમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે જળબંબાકાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

મુંબઈમાં ભારે વરસાદને પગલે ગુજરાતથી જતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદના હાલ બેહાલ છે. ગુજરાતમાં પણ આગમી દિવસોમાં સ્થિતિ બગડી શકે એમ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. આગામી ત્રણ દિવસ માટે રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર 6 સપ્ટેમ્બરે ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉતરાખંડ, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિસા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલગાંણામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 7 સપ્ટેમ્બર અને શનિવારના રોજ પણ ગુજરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 8 સપ્ટેમ્બર અને રવિવારના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઓડિસા, અંડામાન-નિકોબાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, આસામ અને મેઘાયલમાં ભારે વરસાદ પડવાની શક્યતા. બીજી બાજુ મુંબઈમાં ભારે વરસાદને પગલે ગુજરાતથી જતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, સુરત-મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા-વાપી કેન્સલ કરવામાં આવી છે. નાલાસોપારા સ્ટેશને પાણી ભરાઈ જતાં આ ટ્રેનો આગળ વધી શકે તેમ નથી. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) લોકોને કામ સીવાય બહાર ન નીકળવાની સૂચના આપી છે. ભારે વરસાદના પગલે કેટલીક ફ્લાઇટો પણ મોડી પડી છે. અમદાવાદ તરફ આવતી મોટાભાગની ફ્લાઇટો સવારે એક કલાક જેટલી મોડી પડી હોવાના અહેવાલો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે. સતત વરસાદના પગલે પાલિકાએ મીઠી નદીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કર્યુ છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ મુંબઈમાં ઍવરેજ 15 ઇંચ વરસાદ પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget