શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદે ફરી એન્ટ્રી કરી છે ત્યાર રવિવારે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડશે. નોંધનીય છે કે, રવિવારે પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં. આ ઉપરાંત રવિવારે ભારે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં નદીઓ વહેતી થઈ હતી. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. લોર, ફાચારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખાંભાના પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર, કંટાળા ગામમાં વરસાદ પડ્યો હતો. અમરેલીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાંભાના પચપચીયાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. રાયડી ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget