શોધખોળ કરો

Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ

Gujarat Weather : હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં કેવું હવામાન રહેશે અને ઉતરાણમાં હવાની કેવી ગતિ રહેશે જાણીએ વધુ વિગત

Gujarat Weather : ગુજરાતમાં આગામી 7 દિવસમાં હવામાન મિશ્ર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અને તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેશે.

12 જાન્યુઆરી સુધી: ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી 12 જાન્યુઆરી સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે. 14 જાન્યુઆરીથી ફેરફાર થઇ શકે છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, 12 જાન્યુઆરી બાદ પવનોની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
આગામી બે-ત્રણ દિવસ હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ઉત્તરાયણ (14 જાન્યુઆરી) ની આસપાસ તાપમાનમાં થોડો વધારો થતા ઠંડીનું જોર ઘટશે, પરંતુ પવનોની ગતિ પતંગબાજો માટે સાનુકૂળ રહેવાની શક્યતા છે.

મુખ્ય શહેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે. નલિયા અને અમરેલી: અહીં પારો 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેતા સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં  રાજકોટ અને જૂનાગઢ (ગિરનાર) માં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ અથવા 10 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.
આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. વરસાદની કોઈ જ શક્યતા નથી, પરંતુ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધુ જણાશે

એક જ દિવસમાં પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. સાત દિવસમાં બીજીવાર રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા. હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું, નલિયા,અમરેલી અને રાજકોટમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગયો છે. મદાવાદમાં 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8, વડોદરા તાપમાન નોધાયું જો કે  દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા છે. 

દિલ્લી અને ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે.  10 રાજ્યમાં  હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ જાહેર કરાયુ છે. અનેક રાજ્યમાં શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીત લહેરનું એલર્ટ અપાયું છે.  12 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ ,રાજસ્થાન ,બિહાર સહિત કેટલાક રાજ્યમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.  

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget