શોધખોળ કરો

ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી

Gujarat Weather Forecast: હવામાન વિભાગે ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રીને લઇને મહત્વના અપડેટસ આપ્યાં છે. જાણીએ ક્યારે થશે ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી, શું કહે છે હવામાન વિભાગનું મોડલ

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ચોમાસું ૨૩ જૂનથી સક્રિય થઈ મુંબઈ સહિતના રાજ્યોમાં પહોંચ્યું.
  • ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ૧ જુલાઈ આસપાસ શક્ય છે.
  • ગુજરાતમાં હાલ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસૂન વરસાદ ચાલુ છે.
  • બંગાળની ખાડીમાં સિસ્ટમથી ૨-૩ જુલાઈએ વરસાદ સંભવ.

Gujarat Weather Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂનથી ચોમાસની રફતાર થોડી વધી છે જેના કારણે ગઇ કાલે ચોમાસાએ મુંબઇ સહિતના મહારાષ્ટ્રના વિસ્તારને આવરી લીધા. ચોમાસાએ તેંલગણા, આંધ્રપ્રદેશ સહિતના વિસ્તારને આવરી લીધા છે. ગુજરાતની વાત કરીએ તો મુંબઇમાં વરસાદ વરસતાં હવે એક સપ્તાહ બાદ ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી થાય તેવી શકયતા છે. એટલે કે 1 જુલાઇની આસપાસ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઇ શકે, ચોમાસા પહેલા પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગુજરાતમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહયું છે. 23 જૂને ચોમાસાએ મુંબઇમાં ધમાકેદાર એન્ટ્રી કરી. 

 

હવમાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની શક્યતા જુલાઇના પ્રથમ સપ્તાહમાં કરી છે. જો કે મોનસૂનની સ્પીડ ધીમી હોવાથી ચોમાસાની એન્ટ્રી સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે તેવી શક્યતા ઓછી છે. એટલે કે. ચોમાસાને ગુજરાતને આવરી લેતા સમય લાગી શકે છે . આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જેના કારણે ફણ 2થી3 જુલાઇની આસપાસ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ,ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠ, થરાદમાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

આ પણ વાંચો: મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

ઉલ્લેખનિય છે કે, 28 જૂન સુધી ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસશે અને બાકીના વિસ્તારમાં ગરમીનું જોર પણ યથાવત રહેશે, હવામાન વિભાગના મોડલના અભ્યાસ પરથી કહી શકાય તે જુલાઇના પ્રથમ સપ્તાહમાં વરસાદનું જોર વધતા તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કામરેજના ઘાલા, કરજણ, નવી પારડી સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

મુંબઇમાં વરસાદની એન્ટ્રી

વામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હવે મુંબઈ, મહારાષ્ટ્રના અન્ય ભાગો, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આગળ વધી ગયું છે. આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.આકરી  ગરમીથી પીડાતા મુંબઈવાસીઓ માટે, લાંબા સમયથી રાહ જોવાતી આનંદની ક્ષણ આખરે આવી ગઈ છે. 13 દિવસના વિલંબ પછી મંગળવારે (23 જૂન) દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મુંબઈમાં તેની આનંદદાયક હાજરીનો અનુભવ કરાવ્યો.

સવારની શરૂઆત ભારે વરસાદથી થઈ, જેનાથી શહેરના વાતાવરણમાં નવી તાજગી અને આરામ આવ્યો. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હવે મુંબઈ, મહારાષ્ટ્રના અન્ય ભાગો, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આગળ વધી ગયું છે. આજે દિલ્હી અને ઉત્તર પ્રદેશ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.


મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. ઇતિહાસ પર નજર કરીએ તો, ચોમાસાનો મૂડ હંમેશા બદલાતો રહ્યો છે. ગયા વર્ષે, 2025માં, ચોમાસું 26  મે ના રોજ પહોંચ્યું હતું, જે 75 વર્ષમાં સૌથી વહેલું 2029  અને 2023માં હતું, તે છેલ્લે 25 જૂનના રોજ પહોંચ્યું હતું. અગાઉ, 1981 માં, ચોમાસુ 23 જૂન ના રોજ જ પહોંચ્યું હતું, જ્યારે ઇતિહાસમાં સૌથી લાંબો વિલંબ 1958 અને 1974 (28 જૂન) માં નોંધાયો હતો.   ભારે  વરસાદ દરમિયાન એકમાત્ર રાહત એ હતી કે, મુંબઈની રફતાર થંભી ન હતી. મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક થોડો ધીમો પડ્યો હતો, પરંતુ તમામ મુખ્ય સબવે ખુલ્લા રહ્યા.લોકલ ટ્રેનો, (બૃહન્મુંબઈ વીજળી પુરવઠો અને પરિવહન) બેસ્ટ બસો અને મધ્ય મુંબઈનું હૃદય રાબેતા મુજબ કાર્યરત રહ્યું. 

 

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થઈ શકે છે?

હવામાન વિભાગના અનુમાન મુજબ, ગુજરાતમાં 1 જુલાઇની આસપાસ વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. મુંબઇમાં વરસાદ વરસ્યા બાદ એક સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું આવી શકે છે.

હાલમાં ગુજરાતના કયા વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળી રહી છે?

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ વરસી રહ્યો છે. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ વરસશે?

ના, મોનસૂનની ગતિ ધીમી હોવાથી ચોમાસાની એન્ટ્રી સાથે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શક્યતા ઓછી છે. ચોમાસાને ગુજરાતને આવરી લેતા સમય લાગી શકે છે.

મુંબઈમાં ચોમાસાએ ક્યારે એન્ટ્રી કરી?

મુંબઈમાં 23 જૂને દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ એન્ટ્રી કરી. સામાન્ય રીતે મુંબઈમાં 10 જૂને ચોમાસું આવે છે, તેથી તે 13 દિવસ મોડું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget