શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યારથી શરૂ થશે કાતિલ ઠંડી ? તાપમાન ક્યારે ઘટીને 12 ડીગ્રી થઈ જશે ? જાણો મોટી આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે કે 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળો શરૂ થઈ ગયો છે અને વહેલી સવારે ફુલગુલાબી ઠંડીનમો અહેસાસ થઈ રહ્યો છે. દિલવસ દરમિયાન પણ ગરમી ઘટી છે અને લઘુતમ તાપમાનનો પારો ધીમે-ધીમે નીચે ઉતરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામની પંદર દિવસમાં ગુજરાતમાં ઠંડી વધશે એવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટીને 12 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી એટલે કે 18 નવેમ્બરથી લઈને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં ખાસ કરીને નલિયા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 5 ડીગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડી વધતાં ગ્રામીણ વિસ્તારોમાં તો તાપમાન ઘટતું જ જાય છે પણ શહેરોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. ઠંડીને કારણે શહેરીજનો ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાક સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે મોર્નિંગ વોક કરી તંદુરસ્ત રહેવા નીકળી જાય છે પણ મોટા ભાગનાં લોકો ઘરોમાં જ રહે છે. દિવાળીના દિવસોમાં જ ઠંડીની શરૂઆત થતા છેલ્લા એક અઠવાડિયાથી અનુભવાતી ઠંડીએ પકડ જમાવી લીધી છે. સતત દિવસેને દિવસે તાપમાનનો પારો નીચે અને ઉપર થતા લોકોને રાહત થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement