શોધખોળ કરો

ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે? આગામી બે દિવસ ગુજરાતના કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ? જાણો

જામનગરના ધ્રોલમાં સાંજે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબકતાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ હતી

ગાંધીનગરઃછેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. રવિવારે જામનગરના ધ્રોલમાં સાંજે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબકતાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ભાવનગરના શિહોર તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી અને જુનાગઢના વથલીમાં બે ઈંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને ફરી એકવાર ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક બાજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં વરસાદની આગાહીને પગલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ હજી અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશરના કારણે વરસાદ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જોકે હજુ વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ થયું છે. માછીમારોને દરિયા ન ખેડવા સૂચનો અપાયા છે. ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતો હતો તો બીજી તરફ દિવસ દરમિયાન બફારો જોવા ળી રહ્યો છે. પરંતુ રવિવારે ઠંડી અને ગરમીની વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણે વધતા ઉકળાટ વધ્યો હતો. અસહ્ય ઉકળાટના કારણે નાગરિકો પરસેવે રેબઝેબ થયા હતા.

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
Embed widget