શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ: કોંગ્રેસના કયા નેતા રાતોરાત ભાજપમાં જોડાયા? જાણો વિગત
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના નિવાસસ્થાને મુલાકાત લેતા વીરપુર તેમજ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટા ભંગાણના અણસાર જોવા મળી રહ્યા હતા.
મહિસાગર: ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશ શુક્લના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુલાકાત લેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. લુણાવાડા વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ મુકેશભાઈ શુક્લના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમના નિવાસસ્થાને મુલાકાત લેતા વીરપુર તેમજ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં મોટા ભંગાણના અણસાર જોવા મળી રહ્યા હતા. વીરપુર તાલુકાના કોંગ્રેસના તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે જીતુ વાઘાણીની મુલાકાતથી પિનાકીન શુક્લ કોંગ્રેસને રામ રામ કરે તેમ જાણવા મળ્યું હતું અને આ સાથે વીરપુર તાલુકા પંચાયત કોંગ્રેસ ગુમાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. પરંતુ મુકેશ શુક્લના નિવાસે કાર્યકરો તેમજ પ્રદેશ પ્રમુખ અને મુકેશ શુક્લ પિનાકીન શુક્લની ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યો સાથે પણ મુલાકાત થઈ હતી.
કડાચલા ગામે યોજાયેલ પ્રચાર સભામાં જીતુ વાઘાણીના હસ્તે પિનાકીન શુક્લ તેમજ તાલુકા પંચાયત કોંગ્રેસ સદસ્ય નાનસિંહ સોલંકી, પ્રદીપ શેઠ, સોનલબેન પરમાર, નવનીત પટેલ સહિત કેસરિયો ધારણ કરતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ સાથે વીરપુર તાલુકા પંચાયતના ચાર સભ્યોએ ભાજપમાં પ્રવેશ કરતાં વીરપુર તાલુકા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion