Hardik Patel Resign: શું હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાશે? કોંગ્રેસના તમામ પદેથી આપ્યું રાજીનામું
હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજીનામાની આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.
લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.
હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ આગળ ક્યા પક્ષમાં જોડાશે. હાલમાં મળતી માહિતી મુજબ તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે. જોકે આ મામલે ભાજપના વરૂણ પટેલે નિવેદન આપ્યું છે કે, હાર્દિક પટેલને ભાજપના કાર્યકરો ક્યારેય સ્વીકારશે નહીં. જોકે આ મામલે કોંગ્રેસના જ નેતા હાર્દિક ભાજપમાં જોડાશે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એબીપી સાથે વાતચીતમાં કહ્યું કે, હાર્દિક ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. ઉપરાંત કોંગ્રેસ નેતા ગીતા પટેલે પણ હાર્દિકના ભાજપમાં જોડાવવાની વાત કહી છે.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
હાર્દિક પટેલે ટ્વીટ કરીને રાજીનામાની આ જાણકારી આપી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે, આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે, મારા આ પગલાથી ભવિષ્યમાં ગુજરાત સત્ય માટે સકારાત્મક રીતે કામ કરી શકીશ.
નોંધનીય છે કે, અગાઉ હાર્દિક પટેલે તે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કરી દીધી હતી. તેમજ કેન્દ્રીય નેતાગીરીને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવાતાં અંતે આજે રાજીનામું ધરી દીધું છે.