શોધખોળ કરો

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

MP Accident: ટ્રકની ઝડપ એટલી વધારે હતી કે તે મંદિરની દીવાલ સાથે અથડાયો હતો. ટક્કર બાદ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. કાટમાળ નીચે 40થી 50 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગ્વાલિયરમાં પૂરપાટ ટ્રકે શ્રદ્ધાળુઓને કચડ્યા, ૧૩નાં મોત.
  • દુર્ઘટનામાં ૩૩ ઈજાગ્રસ્ત થયા; ટ્રક મંદિરની દીવાલ સાથે અથડાયો.
  • દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે ૪૦-૫૦ લોકો દટાયા.

MP Accident: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 33 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું   છે, જેમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

 

મંદિરની દીવાલ ધરાશાયી થતાં 40થી 50 લોકો દટાયા હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, ટ્રકની ઝડપ એટલી વધારે હતી કે, તે મંદિરની દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. જોરદાર ટક્કરને કારણે મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલના કાટમાળ નીચે 40થી 50 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.                                                                                                                    

આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાત્રે લગભગ એક વાગ્યે સર્જાયો અકસ્માત

આ દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ બની હતી. મેં કેટલાક લોકોને ઘટનાસ્થળે જ જીવ ગુમાવતા જોયા હતા. ટ્રકમાં તેની ક્ષમતા કરતાં વધારે સામાન ભરેલો હતો. ટ્રક અચાનક પૂરપાટ ઝડપે આવ્યો અને કેટલીક દુકાનો તથા લોકોને કચડી નાખ્યા હતા.                                                              

પ્રત્યક્ષદર્શીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મારા ભાઈને પણ ઈજા પહોંચી છે. ઘટનાસ્થળે હજુ પણ અફરાતફરીનો માહોલ છે.

Advertisement

ટોપ સ્ટોરી

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Tamil Nadu: તમિલનાડુમાં વિદ્યાર્થીઓને મફત મળશે લેપટૉપ, CM વિજયે શરૂ કરી નવી યોજના
Tamil Nadu: તમિલનાડુમાં વિદ્યાર્થીઓને મફત મળશે લેપટૉપ, CM વિજયે શરૂ કરી નવી યોજના
'તમારા પર ગર્વ છે માં', રાહુલ ગાંધીનો સોનિયા ગાંધીને ઈમૉશનલ મેસેજ, પૉસ્ટમાં શું-શું કહ્યું ?
'તમારા પર ગર્વ છે માં', રાહુલ ગાંધીનો સોનિયા ગાંધીને ઈમૉશનલ મેસેજ, પૉસ્ટમાં શું-શું કહ્યું ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget