શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: નાસિકમાં મુસાફરો ભરેલી બસ કુવામાં ખાબકી, 20ના મોત
મહારાષ્ટ્રમાં નાસિક પાસે મુસાફરો ભરેલી એક બસ સામે રિક્ષા આવી જતા બસ કુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં નાસિક પાસે મુસાફરો ભરેલી એક બસ સામે રિક્ષા આવી જતા બસ કુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. નાસિક પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 9 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે 11 ઘાયલ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. આ અકસ્માત બપોરે 2 વાગ્યા આસપાસ માલેગાંવ-દેવળા રોડ પર થયો હતો.
50 મુસાફરો ભરેલી બસ નાસિકથી ધુલે તરફ જઈ રહી હતી. અચાનક બસની સામે એક રિક્ષા આવી જતા ચાલકનું સંતુલન ખોરવાતા સડકની બાજુમાં આવેલા કુવામાં બસ ખાબકી હતી. લોકોનો અવાજ સાંભળી આજુબાજુના રહેવાસીઓ મદદ માટે આવી પહોચ્યાં હતા. લોકોએ દોરડા બાંધી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.#UPDATE Maharashtra: 20 bodies have been recovered and 30 persons rescued, after a bus and a rickshaw fell into a well after ramming into each other, in Deola area of Nashik, earlier today. Rescue operation still underway.
— ANI (@ANI) January 28, 2020
પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. બચાવ ટુકડીએ ઘાયલ લોકોને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે.#UPDATE Arti Singh, Superintendent of Police, Nashik (Rural): 9 bodies have been recovered and 18 injured persons have been shifted to hospital, so far. Rescue operation still underway, the death toll is likely to increase. https://t.co/cV051CeLU6
— ANI (@ANI) January 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement