શોધખોળ કરો

દિલ્હીમાં કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો, જાણો કેટલા કોર્પોરેટર જોડાયા ભાજપમાં

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. ભાજપમાં સામેલ થયેલા આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોમાં એન્ડ્રુઝ ગંજના કાઉન્સિલર અનિતા બસોયા, આરકે પુરમના કાઉન્સિલર ધર્મવીર અને ચપરાના વોર્ડ 152ના કાઉન્સિલર નિખિલનો સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભામાં જંગી જીત બાદ હવે ભાજપની નજર MCD પર પણ છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે MCDમાં પણ ભાજપનો દબદબો રહેશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો પર જીત મેળવી છે જ્યારે AAPને 22 બેઠકો મળી છે.

મેયરની છેલ્લી ચૂંટણી નવેમ્બર 2024માં યોજાઈ હતી પરંતુ કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો છે. ત્યારે AAPના મહેશ ખીંચી ભાજપના કિશન લાલ સામે માત્ર ત્રણ મતથી જીતી શક્યા હતા. મેયરની ચૂંટણીમાં કુલ 263 મત પડ્યા હતા, જેમાંથી મહેશ ખીંચીને 133 અને કિશન લાલને 130 મત મળ્યા હતા, જ્યારે બે મત અમાન્ય હતા.

આમ આદમી પાર્ટીના ઘણા કાઉન્સિલરો ભાજપમાં જોડાતા દિલ્હીની રાજનીતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં ભાજપ ટ્રિપલ એન્જિનની સરકાર બનાવશે તે નિશ્ચિત છે. દિલ્હી વિધાનસભા બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પરિવર્તન થશે તે નિશ્ચિત છે. માર્ચના અંતમાં યોજાનારી મેયરની ચૂંટણીમાં ભાજપનો મેયર બનશે તે નક્કી માનવામાં આવે છે.

ચૂંટણી પહેલા AAPના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી છોડીને 8 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને બીજા જ દિવસે તે તમામ ભાજપમાં જોડાઈ ગયા હતા. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાજ્ય પ્રભારી બૈજયંત પાંડાની હાજરીમાં 8 ધારાસભ્યો પાર્ટીમાં જોડાયા હતા. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. ભાજપે અહીં 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. કૉંગ્રેસનું અહીં ખાતું નથી ખુલી શક્યું. અંદાજે 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપે વાપસી કરી છે.   

દિલ્હી CM ની રેસમાંથી પ્રવેશ વર્મા બહાર ? એક મહિલા સહિત ત્રણ નામ સૌથી આગળ, જાણો 

ટોપ સ્ટોરી

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget