શોધખોળ કરો

વ્હેલમાં મળતું એક પ્રોટીન માનવોને 200 વર્ષ સુધી જીવવામાં કરી શકે છે મદદ: સ્ટડી

University of Rochesterના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે, વ્હેલ માછલીમાં રહેલું પ્રોટીન માનવ દેહ માટે કારગર નિવડી શકે. જે નિરોગી વૃદ્ધાવસ્થા માટે અને દિર્ઘાયુ માટે પણ ઉપયોગી થઇ શકે છે

વિજ્ઞાનીઓએ માનવ જીવનકાળ વધારવાના મહત્વના સૂત્ર તરફ એક મોટું પગલું ભર્યું છે  અને તેનો સ્ત્રોત છે સમુદ્રનું વિશાળ પ્રાણી, બોહેડ વ્હેલ. આ વ્હેલ પૃથ્વી પરના સૌથી લાંબા સમય સુધી જીવતા સસ્તન પ્રાણીઓમાં સામેલ છે અને તે 200 વર્ષ સુધી જીવવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે, તે બીમારીઓ સામે પણ અત્યંત પ્રતિરોધક છે, જેના કારણે વૃદ્ધાવસ્થા પર સંશોધન કરતા વૈજ્ઞાનિકો માટે તે ખાસ રસપ્રદ બની છે.

University of Rochesterના વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે, બોહેડ વ્હેલમાં CIRBP નામનું DNA રિપેર પ્રોટીન માનવની સરખામણીએ લગભગ 100 ગણું વધુ પ્રમાણમાં હોય છે. આ પ્રોટીન DNAમાં થતા ડબલ-સ્ટ્રેન્ડ બ્રેક્સને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે—જે નુકસાનથી બીમારીઓ અને ઓછી આયુષ્ય થઈ શકે છે.                         

આ અભ્યાસ Natureમાં પ્રકાશિત થયો છે. તેમાં જાણવા મળ્યું કે CIRBP પ્રોટીનની વધુ માત્રા વ્હેલને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે.

પ્રયોગશાળામાં કરાયેલા પરીક્ષણોમાં આશ્ચર્યજનક પરિણામ મળ્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ બોહેડ વ્હેલનું CIRBP પ્રોટીન માનવ કોષો અને ફ્રૂટ ફ્લાય (ફળમાખી)ના કોષોમાં ઉમેર્યું, ત્યારે DNA રિપેર પ્રક્રિયા સુધરી ગઈ. માખીમાં તો આયુષ્ય પણ વધ્યું.

વિજ્ઞાનીઓએ વધુમાં જાણવા મળ્યું કે,  ઠંડું હવામાન  CIRBP પ્રોટીનને સક્રિય બનાવવામાં મદદ કરે છે. બોહેડ વ્હેલ ઠંડા આર્કટિક પાણીમાં રહે છે, જ્યાં આ પ્રોટીનનું ઉત્પાદન કુદરતી રીતે વધે છે.

વૈજ્ઞાનિકો હવે માનવોમાં CIRBP સ્તર વધારવા માટે અનેક રીતો પર વિચાર કરી રહ્યા છે, જેમાં ઠંડા સ્નાન જેવા જીવનશૈલીમાં ફેરફારનો સમાવેશ થાય છે, જોકે  આ બધા જ તારણ પર પહોંચવું થોડું જલદી હશે કારણ કે, આ નિષ્કર્ષ  હજુ વધુ સંશોધનની  ચેતવણી આપે છે. 
એક જ DNA રિપેર પ્રોટીન મોડેલ ઓર્ગેનિઝમમાં આયુષ્ય વધારી શકે છે તે વાતે સંશોધકોને નવી પ્રેરણા આપી છે કે, DNA રિપેર પ્રક્રિયા સુધારવાથી માનવોમાં વધુ સ્વસ્થ વૃદ્ધાવસ્થા કેવી રીતે મેળવી શકાય, એવું University of Sheffield દ્વારા જણાવાયું છે. જોકે માનવનું આયુષ્ય 200 વર્ષ સુધી પહોંચવું હજી હકીકતથી ઘણું દૂર છે,  જો કે આ શોધ વૃદ્ધાવસ્થા વિજ્ઞાનમાં નવી આશાના દરવાજા ખોલે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget