શોધખોળ કરો

CM મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જીને TMCમાં  સોંપી નવી જવાબદારી, જાણો 

તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી છે.

કોલકત્તાઃ તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેક બેનર્જીને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપી છે. તેમને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. બંગાળ ચૂંટણી પહેલા લોકસભા સાંસદ અભિષેક બેનર્જીના બહાને વિપક્ષે મમતા બેનર્જી પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે પાર્ટીએ ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ અભિષેકને નવી જવાબદારી સોંપી છે. 

ટીએમસી (યુવા) અધ્યક્ષ પદ પરથી આપ્યું રાજીનામું

અભિષેક બેનર્જી હાલમાં પાર્ટીના યુવા વિંગના અધ્યક્ષ હતા. પરંતુ 'એક નેતા એક પદ'ની પોલિસીને જોતા તેમણે યુવા વિંગના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે અભિષેક બેનર્જીએ ચૂંટણી દરમિયાન ખુબ પ્રચાર કર્યો હતો અને પાર્ટીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહત્વનું છે કે અભિનેતાથી રાજનેતા બનેલી સયોની ઘોષને પાર્ટીએ યુવા વિંગની કમાન સોંપી છે. 

આ સિવાય બંગાળમાં જીત હાસિલ કર્યા બાદ ટીએમસીએ કિસાન નેતા રાકેશ ટિકૈતને બંગાળ આવવાનું આમંત્રણ આપ્યુ છે. પાર્ટીએ 9 જૂને રાકેશ ટિકૈતને બંગાળ આવવાની દાવત આપી છે. તમને જણાવી દઈએ કે ટિકૈતે નંદીગ્રામ જઈને પ્રચાર કર્યો હતો. 

હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાકેશ ટિકૈતને બંગાળ બોલાવ્યા છે અને કિસાન આંદોલનની આગળની રણનીતિ તૈયાર કરવાની વાત કહી છે. મહત્વનું છે કે મમતા બેનર્જી કિસાન આંદોલનના સમર્થનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતા રહે છે. 

ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળની સત્તા પર બિરાજમાન થઈ ગયા છે.  આ તરફ બંગાળના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ભાજપ 3 બેઠકોથી વધીને 77 બેઠકો સુધી પહોંચ્યું છે અને મુખ્ય વિપક્ષી દળ બન્યું છે.

 પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કુલ 292 બેઠકોમાંથી ટીએમસીએ 213 બેઠકો પર જીત મેળવી હતી. 2016ની ચૂંટણીમાં ટીએમસીને 211 બેઠકો પર જીત મળી હતી. ભાજપના ખાતામાં 77 બેઠકો આવી છે. જ્યારે બે બેઠકો પર અન્યની જીત થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget