Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિગ્ગજોએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ સામેલ હતા. આ તમામ લોકોએ તેમના પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.


આજે એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિનો બીજો દિવસ છે, આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા' માં નવા મહેમાનો સાથે વિચારો અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર પ્રોફેસર મકરંદ આર પરાંજપેએ પોતાના વિચારો રજૂ કર્યા.


પ્રોફેસર પરાંજપેએ કહ્યું - દેશનો ઈતિહાસ પૂરો વાંચવો જોઈએ
પ્રોફેસર મકરંદ આર પરાંજપે કહે છે કે, ઘણા ઈતિહાસકારોએ આખું સત્ય નથી લખ્યું કારણ કે, તેઓને દેશ સાથે જે બર્બરતા થઈ હતી તેના વિશે લખવાની છૂટ નહોતી. તમે કોઈપણ મ્યુઝિયમમાં જાવ કે ભારતીય કલાકૃતિઓના સંગ્રહાલયમાં જાવ, તમને તે ક્ષતિગ્રસ્ત જોવા મળશે જે પ્રાચીન સમયમાં થયેલા વિનાશ વિશે જણાવે છે. તમને બાબરી મસ્જિદ વિશે હજારો પુસ્તકો મળશે પણ તેની બીજા પક્ષ શું કહે છે તે વિશેના પુસ્તકો તમારી પાસે નથી. ભાષા, ધર્મ, પ્રદેશ, ખાદ્યપદાર્થના આધારે ભારતને વિભાજિત કરવાનો ઈરાદો ધરાવનારાઓ માટે આંખ ઉઘાડી દેનારા અનેક તથ્યો છે. તમે ભારતના ઈતિહાસને મુસ્લિમ વિરુદ્ધ હિન્દુની લડાઈ પર આધારિત રાખીને જોઈ શકતા નથી. શું તમે જાણો છો કે અકબર અને મહારાણા પ્રતાપના યુદ્ધમાં અકબરનો સેનાપતિ રાજપૂત હતો અને મહારાણા પ્રતાપની સેનામાં ઘણા મુસ્લિમ હતા. કાશ્મીરમાં હિંદુઓના પવિત્ર સ્થળો તોડી પાડવામાં આવ્યા હતા તેની વાત કોણ કરે છે?.


 



આ પણ વાંચો.........


આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?


ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો


શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે


પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો


Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો