શોધખોળ કરો
Advertisement
અજીત પવારે PM નરેન્દ્ર મોદીના ટ્વિટનો જવાબ આપતાં રાજકારણમાં ગરમાવો, અજીત પવારે ટ્વિટ કરીને શું કહ્યું? જાણો વિગત
PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજીત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.
મુંબઈ: NCP નેતા શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાતોરાત ભાજપને સાથ આપતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અજીત પવાર રાતોરાત ભાજપને સમર્થન આપી મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. જોકે હજી પણ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ દ્વારા અજીત પવારને મનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે પરંતુ અજીત પવાર પોતાના સ્ટેન્ડ પર યથાવત્ છે.
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શપથ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજીત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્વળ ભવિષ્ય માટે પૂરી નિષ્ઠા સાથે કામ કરીશું.Deputy Chief Minister of Maharashtra, Ajit Pawar: Thank you Hon. Prime Minister Narendra Modi ji. We will ensure a stable Government that will work hard for the welfare of the people of Maharashtra. pic.twitter.com/Y8uQKKIuGF
— ANI (@ANI) November 24, 2019
ત્યારે આ ટ્વિટનો જવાબ આપતાં અજીત પાવરે કહ્યું હતું કે, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ખુબ ખુબ ધન્યવાદ. અમે એક સ્થિર સરકાર સુનિશ્ચિત કરીશું કે જે મહારાષ્ટ્રના લોકોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કામ કરે.Mumbai: Maharashtra Deputy Chief Minister Ajit Pawar leaves from his residence. pic.twitter.com/QM81thDrh0
— ANI (@ANI) November 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement