(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtraથી મોટા સમાચાર,રાજ્યસભા ચૂંટણીમાં BJPના ત્રણેય ઉમેદવાર જીત્યા, શિવસેનાના ઉમેદવારની હાર થઇ
Maharashtra Rajya Sabha Elections 2022:ભાજપની જીત સુનિશ્ચિત કરનાર વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, અમે ક્યારેય લડવા માટે ચૂંટણી નહીં, પરંતુ જીતવા માટે ચૂંટણી લડ્યા છીએ.
Maharashtra : મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ત્રણેય રાજ્યસભાના ઉમેદવારો જીત્યા છે. અહીં છ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાત ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના ત્રણ, શિવસેનાના બે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના એક-એક ઉમેદવારનો સમાવેશ થાય છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો પિયુષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાડિક જીત્યા છે.
શિવસેનાના ઉમેદવારની હાર થઇ
મહારાષ્ટ્રના સત્તાધરી ગઠબંધન મહાવિકાસ આઘાડીની ત્રણેય પાર્ટીમાંથી શિવસેનાએ બે ઉમેદવાર સંજય રાઉત અને સંજય પવાર, તેમજ NCPના એક પ્રફુલ્લ પટેલ અને કોંગ્રેસે એક ઉમેદવાર ઇમરાન પ્રતાપગઢીને ઉભા રાખ્યા હતા. આમાંથી શિવસેનાના એક ઉમેદવાર સંજય પવારની હાર થઇ છે.
ભાજપના ધનંજય મહાડિક સામે શિવસેના ઉમેદવાર સંજય પવારની હાર થઇ
સવારે 4 વાગ્યે જાહેર થયેલા પરિણામોમાં શિવસેનાના બીજા ઉમેદવાર સંજય પવારની ભારે હાર થઈ હતી. શરૂઆતથી જ સ્પષ્ટ હતું કે કોલ્હાપુરના પૂર્વ સાંસદ ભાજપ ઉમેદવાર ધનંજય મહાડિક અને કોલ્હાપુરના શિવસેના જિલ્લા અધ્યક્ષ સંજય પવાર વચ્ચે લડાઈ છે. સંજય રાઉતે કહ્યું કે કેટલાક અપેક્ષિત મત MVAની તરફેણમાં આવ્યા ન હતા, કેટલાક કારણોસર શિવસેનાના ઉમેદવાર હારી ગયા.
અમે ફડણવીસના ગેમ પ્લાનમાં ફસાઈ ગયા : નાના પટોલે
MVAમાંથી શિવસેના ઉમેદવારની હાર પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, “અમે ગેમ પ્લાનિંગમાં પાછળ રહી ગયા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ગેમ પ્લાનિંગમાં જીતી ગયા. ભાજપે આખી ચૂંટણી પ્લાનિંગ હેઠળ લડી અને અમે તેમના ગેમ પ્લાનમાં અમે ફસાઈ ગયા. હું તેમને શુભેચ્છા પાઠવું છું."
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, "અમે આગાહી કરી હતી કે ચારેય MVA ઉમેદવારો જીતશે. શું ખોટું થયું તેનો ચોક્કસપણે અભ્યાસ અને વિશ્લેષણ કરવામાં આવશે."