શોધખોળ કરો
Advertisement
ઈલાહાબાદની એક સ્કૂલમાં રાષ્ટ્રગીત ગાવા પર પ્રતિબંધ, મેનેજરનું કહેવું છે કે ઈસ્લામ વિરુદ્ધ છે ‘ભારત ભાગ્ય વિધાતા’
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશના ઈલાહાબાદમાં એક સ્કુલમાં રાષ્ટ્રગીત પર પ્રતિબંધ લાગેલો છે. કથિત રીતે સ્કુલના મેનેજરે કહ્યું કે, તે સ્કુલમાં રાષ્ટ્રગીત ગાવા દેશે નહીં, કારણ કે રાષ્ટ્રગીકમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ના ભારત શબ્દથી અમને આપત્તિ છે. મેનેજરે કહ્યું કે, ભારત આપણું ભાગ્ય વિધાતા કેવી રીતે હોઈ શકે છે. ભાગ્યનું વિધાતા તો માત્ર ઈશ્વર છે. એટલા માટે અમે આ ગીત ગાવા દઈશું નહીં. જે આપણો ધર્મ ઈસ્લામ વિરુદ્ધ પણ છે. જ્યારે આ સ્કુલના પ્રિન્સિપાલ સહિત 8 શિક્ષકોએ સ્કુલમાં રાષ્ટ્રગીત પર પ્રતિબંધ લગાવ્યા પછી તેમને રાજીનામું આપી દીધું છે.
સ્કુલના મેનેજરનું કહેવું છે કે રાષ્ટ્રગીતમાં ભારત ભાગ્ય વિધાતામાં ભારત શબ્દથી તેમને આપત્તિ છે. જ્યાં સુધી રાષ્ટ્રગીતમાં આ પંક્તિમાં ભારતને હટાવવામાં આવશે નહીં ત્યાં સુધી અમે રાષ્ટ્રગીત ગાવા દઈશું નહીં. મેનેજરના અનુસાર રાષ્ટ્રગીતમાં ભારત વિધાતા ગાવું ઈસ્લામ વિરુદ્ધ છે કારણ કે અલ્લાહની સિવાય અને કોઈ તેમનો ભાગ્ય વિધાતા હોઈ શકે નહીં.
દેશમાં આ પહેલી અને અનોખી સ્કુલ છે જ્યાં સ્કુલની સ્થાપના પછી છેલ્લા 12 વર્ષથી ક્યારેય રાષ્ટ્રગીત ગવાયું નથી. સ્કુલના પ્રિન્સિપાલ અને તેમની સાથે 8 શિક્ષિકાઓએ જ્યારે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો શાળાના સંચાલકોએ તેમને સ્કુલમાંથી કાઢી મૂક્યા હતા. આ મામલો પ્રશાસન પાસે પહોંચતા સ્કુલ સામે તપાસનો આદેશ આપી દીધો છે. તેમનું કહેવું છે કે તપાસ પછી સ્કુલ પ્રબંધક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement