શોધખોળ કરો
Advertisement
ખાનગી કંપનીઓએ ખાતરના ભાવમાં કર્યો વધારો, ઈફ્કોએ નથી વધાર્યા ભાવ
એક તરફ ડિઝલ બાદ હવે ખાતરનો ભાવ વધતા ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ વધી જવાનો છે.
ખાતરમાં ભાવ વધારાને લઈને ખેડૂતોના રોષ વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઈફ્કોએ ભાવ વધાર્યા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં રો-મટીરીયલ્સના ભાવ વધ્યા છે તે હકિકત છે.
ત્યારે ઈફ્કોના વાઈસ પ્રેસિડેંટ દિલીપ સંઘાણીએ એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા સ્પષ્ટતા કરી કે ખેડૂતોના હિતમાં ભાવ વધારાની હાલ પૂરતી કોઈ જાહેરાત નથી કરાઈ જો કે ખાનગી કંપનીઓ ભાવ વધારાની જાહેરાત કરી ચૂકી છે.
ખાનગી કંપનીઓએ જે ભાવ વધાવો કર્યો છે એ અનુસાર DAP ખાતરની બોરીએ રૂપિયા 300નો, NPK 12, 32, 16ની પ્રતિ બોરીએ 225, NPK 10, 26, 26ની પ્રતિ બોરીએ 225 તો ASP ખાતરના પ્રતિ બોરીએ 175 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ એક માર્ચથી અમલી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion