શોધખોળ કરો

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ ઘાયલ

Helicopter Crash: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ પાસે આર્મીનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

Army Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે. જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટને ઈજા થઈ છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. સૈન્ય અધિકારીએ કહ્યું, હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.  

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના મારવાહ વિસ્તારમાં ગુરુવારે સવારે સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સેનાને પણ જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના સાથે જોડાયેલ એક ફોટો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટર પાસે એકઠા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

માર્ચમાં અરૂણાચલ પ્રદેશમાં ચિતા હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

16 માર્ચે, અરુણાચલ પ્રદેશમાં બોમડિલા ચિતા હેલિકોપ્ટર ATC સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બંને પાઇલટ લેફ્ટનન્ટ કર્નલ વિનય બાનુ રેડ્ડી અને મેજર જયંતા માર્યા ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે આ કેસમાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત

કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં કેરળના કોચી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોચી એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.  પરંતુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ તરત જ એરપોર્ટનો રનવે અકસ્માત સ્થળ પર નિરીક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

એક સત્તાવાર નિવેદન અનુસાર, આજે બપોરે 12.25 વાગ્યે CIAL થી ટેકઓફ કરતી વખતે કોસ્ટ ગાર્ડ ALH હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આથી એરપોર્ટની કામગીરી 2 કલાક માટે હંગામી ધોરણે સ્થગિત કરવી પડી હતી. કોચીમાં રનવે બંધ થયા બાદ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ત્રિવેન્દ્રમ તરફ વાળવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ALHને ઓપરેશનલ એરિયામાંથી બપોરે 2 વાગ્યાની આસપાસ દૂર કરવામાં આવ્યું હતું અને સલામતી નિરીક્ષણ બાદ રનવેને મોટાભાગે સાફ કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ઓપરેશન ટૂંક સમયમાં ફરી શરૂ થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ શુક્રવારે સાંજે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહી હતી. વિમાનમાં ક્રૂના 6 સભ્યો સાથે કુલ 197 મુસાફરો સવાર હતા. હાઇડ્રોલિક ફોલ્ટ બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget