શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં બે વોન્ટેડ આતંકીઓ સાથે ગાડીમાં જઈ રહેલા DSPની ધરપકડ, જાણો વિગત

આ DSP બે વોન્ટેડ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સાથે એક ગાડીમાં નેશનલ હાઈવે પર જઈ રહ્યો હતો. તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી

નવી દિલ્હી: રવિવારે ઓપરેશન સોપિયાં દરમિયાન પોલીસે એક ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની ધરપકડ કરી હતી. જમ્મૂ કાશ્મીરના IG વિજયકુમારના જણાવ્યા પ્રમાણે, આ DSP બે વોન્ટેડ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ સાથે એક ગાડીમાં નેશનલ હાઈવે પર જઈ રહ્યો હતો. તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. (તસવીર: DSPની ધરપકડ બાદ આઈજીપી વિનોદ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ) આતંકવાદ વિરૂદ્ધ સફળ ઓપરેશન ચલાવવા માટે SOGમાં નિમણૂંક બાદ આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને તેને ઈન્સ્પેક્ટરમાંથી DSP બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ખંડણી માંગવાની ફરિયાદના લીધે તેને SOGમાંથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ફરી શ્રીનગર પોલીસ કન્ટ્રોલમાં નિમણૂંક મળી હતી. ત્યાંથી તેને ગત વર્ષે શ્રીનગર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યો હતો. જે બે આતંકવાદીઓની ધરપકડ થઈ છે તે કાશ્મીરના DIG અતુલ ગોએલ હસ્તકની પોલીસ પાર્ટીએ કરી હતી. આ બન્ને આતંકવાદીઓની ઓળખ નાવિદ બાબુ અને આસિફ રાથર તરીકે થઈ હતી. નાઇદ હિઝબુલ મુઝાહીદ્દીનનો ટોપ કમાન્ડર છે જ્યારે રાથર એક નોંધાયેલો આતંકવાદી છે. બન્ને સોપિયાંના રહેવાસી છે.

ટોપ સ્ટોરી

સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત
Delhi CJP Protest: મમતા બેનર્જી અને કેજરીવાલ સહિત 4 પૂર્વ CM ની પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget