શોધખોળ કરો
Advertisement
સંદીપ કુમારે આપના આંદોલન સાથે કર્યો દગો, પાર્ટી બેઠકમાં કાર્યવાહી કરવામાં આવશેઃ કેજરીવાલ
નવી દિલ્લીઃ દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સીડી કાંડમાં ફસાયેલા પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી સંદીપ કુમાર વિરુદ્ધ પાર્ટી બેઠકમાં જલ્દી કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમજ એમ કહ્યું હતું કે, સંદીપે આપના આંદોલન સાથે દગો કર્યો છે.
કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે, પોતાના મંત્રીઓ અને પાર્ટી કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઇ હકિકત સામે આવે છે ત્યારે અન્ય પાર્ટીઓની જેમ તેને દબાવી દેવાનો પ્રયત્ન નથી કરતા. વધુમાં જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ભ્રષ્ટાચાર અને આવી અનૈતિક વસ્તુને સહન નહી કરે, આદર્શો સાથે કોઇ સમજૂતિ નહી થાય
કેજરીવાલ સરકારના કેબિનેટ પ્રધાનનું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. એબીપી ન્યૂઝના ખુલાસા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના પ્રધાન સંદીપ કુમારને હટાવી દીધા છે. સંદીપ કુમારને જે આત્તિજનક સીડીના આધારે હટાવવામાં આવ્યા છે તે સીડી એબીપી ન્યૂઝની પાસે છે. આ સીડીમાં કેબિનેટ પ્રધાન બે મહિલાઓની સાથે આપત્તિજનક સ્થિતિમાં બતાવવામાં આવ્યા છે. એક અન્ય સીડીમાં 11 આપત્તિજનક તસવીરો છે. કેજરીવાલ સરકાર માટે આ સ્કેન્ડલ મોટો નૈતિક સવાલ છે કારણ કે તેઓ સતત સ્વચ્છ અને સારા ચરિત્રની રાજનીતિનો દાવો કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement