શોધખોળ કરો
Advertisement
CAA: વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા નુકશાન-ભાંગફોડની ભરપાઇ માટે હાઇકોર્ટમાં અરજી દાખલ
સીએએના વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલાય પ્રદર્શનો થયા, પોલીસે આ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી લીધી છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) વિરોધી પ્રદર્શનો દરમિયાન પબ્લિક અને પ્રાઇવેટ પ્રૉપર્ટીને થયુ છે, તે નુકશાન પહોંચડનારાઓ પાસેથી જ તેની ભરપાઇ કરવાનો આદેશ આપવાની માંગવાળી અરજી મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં દાખળ કરવામાં આવી છે.
આ અરજી બીજેપી નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે. અશ્વિની કુમાર ઉપાધ્યાયે મુખ્ય ન્યાયધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ હરી શંકરની બેન્ચની સમક્ષ આ અરજી રજૂ કરી છે.
અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને અનુરોધ કર્યો કે તે આ મુદ્દા પર જાતેજ સંજ્ઞાન લે અથવા તેમને આના પર અરજી દાખલ કરવાની અનુમતિ આપે. કોર્ટે ઉપાધ્યાય દ્વારા ઉઠાવેલા મુદ્દાને તત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, તે અરજી દાખલ કરી શકે છે, તેને સામાન્યા કાર્યસૂચી પ્રમાણે સૂચીબદ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અશ્વિનીકુમાર ઉપાધ્યાય વકીલ પણ છે, તેમને કોર્ટમાં જણાવ્યુ કે, પ્રદર્શનોમાં સાર્વજનિક પરિવહન સહિત કરોડો રૂપિયાની સંપતિ નષ્ટ થઇ ચૂકી છે, અને આની ભરપાઇ દોષીઓ પાસેથી કરવામાં આવે, જેમ કે ઉત્તરપ્રદેશ રાજ્યમાં કરવામાં આવી રહ્યુ છે.
સીએએના વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કેટલાય પ્રદર્શનો થયા, પોલીસે આ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement