શોધખોળ કરો

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 

કૉંગ્રેસ પાર્ટીએ 9 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કોંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે ૭ ઉમેદવારો જાહેર કર્યા.
  • ડાબેરી પક્ષો માટે ૧૧ બેઠકો છોડી, ગઠબંધનને મજબૂત કર્યું.
  • ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક પરથી ચૂંટણી લડશે.
  • ૯ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ આસામમાં મતદાન થશે.

કૉંગ્રેસ પાર્ટીએ 9 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વધુમાં, તેમણે ગઠબંધનમાં ડાબેરી પક્ષો માટે 11 બેઠકો છોડી દિધી છે.

યાદીમાં કયા ઉમેદવારોનો સમાવેશ થાય છે?

કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ચોથી યાદીમાં સાત ઉમેદવારોના નામ સામેલ છે: જેમાં જાલુકબાડી વિધાનસભા મતવિસ્તારમાંથી બિદિશા નિયોગને ઉમેદવાર બનાવ્યા છે, તાંગ્લાથી રોહિત પરિગા, બિશ્વનાથ સીટરથી જયંત બોરા, નૌબાઈચાની   (SC)રિઝર્વ બેઠક પરથી  ડૉ. જોય પ્રકાશ દાસ, મહમોરાથી જ્ઞાનદીપ મોહન, તિતાબોર બેઠક પરથી પ્રાણ કુર્મી અને હૈલાકાંડી વિધાનસભા બેઠક પરથી રાહુલ રોયને ઉમેદવાર બનાવ્યા છે. 

કોંગ્રેસે ડાબેરી પક્ષોને કઈ બેઠકો ફાળવી?

પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ચોથી યાદીમાં સાથે સાથે 11 વિધાનસભા બેઠકોની જાહરાત કરી જે સહયોગી લેફ્ટ પાર્ટી માટે છોડી છે. જેમાં માનસ, દલગાંવ, ધિંગ, કાલિયાબોર, તેજપુર, સિસ્સિબારગાંવ, માર્ગેરિટા, દિગબોઈ, સિબસાગર, મારિયાની અને બોકાખાટની બેઠકોનો સમાવેશ થાય છે.

ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક પરથી ચૂંટણી લડશે

આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રાજ્ય પાર્ટીના અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈને જોરહાટ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધીમાં, કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની કુલ ચાર યાદીઓ જાહેર કરી છે.

પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં 3 માર્ચ, 2026 ના રોજ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ 14 માર્ચે બીજી યાદી, 18 માર્ચે 22 ઉમેદવારોના નામ સાથે ત્રીજી યાદી અને હવે 7 ઉમેદવારોના નામ સાથે ચોથી યાદી જાહેર કરવામાં આવી છે.

આસામ વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?

ભારતના ચૂંટણી પંચે આસામ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આસામ વિધાનસભાની ચૂંટણીઓ આવતા મહિને, 9 એપ્રિલ, 2026 ના રોજ એક જ તબક્કામાં યોજાશે. મતગણતરી અને પરિણામોની જાહેરાત 4 મે, 2026 ના રોજ થશે. 

ચૂંટણી પંચે દેશના 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ) ની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 2026ની આસામ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 મેના રોજ થશે.  કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.  ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ થઈ ગઈ છે.                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો
Embed widget