શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયન રાજદૂતે પીએમ મોદીને સુપરહ્યૂમન ગણાવ્યા, કહ્યું- કોરોના સામેની લડાઇ કાબિલેતારીફ
સરકારી ન્યૂઝ ચેનલ ડીડી ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં બેરી ઓ ફેરેલે કહ્યું કે પીએમ મોદી સુપરહ્યૂમન જેવા છે. તેમને જે રીતે કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇ લડી છે, તે પ્રસંશનીય અને કાબિલેતારીફ છે
નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં પીએમ મોદીને વધુ એક સન્માન મળ્યુ છે. ઓસ્ટ્રેલિયાના ભારતમાં ઉચ્ચાયુક્ત બેરી ઓ ફ્રેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સુપરહ્યૂમન (મહામાનવ) જેવા ગણાવ્યા છે.
સરકારી ન્યૂઝ ચેનલ ડીડી ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં બેરી ઓ ફેરેલે કહ્યું કે પીએમ મોદી સુપરહ્યૂમન જેવા છે. તેમને જે રીતે કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇ લડી છે, તે પ્રસંશનીય અને કાબિલેતારીફ છે.
પીએમ મોદીના બીજા નેતાઓનો સંપર્ક સાધવો પ્રસંનીય છે, ઓસ્ટ્રિલયાન રાજદૂતે કહ્યું કે નરેન્દ્ર મોદી જનસંખ્યામાં દુનિયાના બીજા નંબરના દેશના પીએમ છે, જે રીતે તે દરરરોજ દુનિયાના બીજા દેશોના નેતાઓના સંપર્ક માટે સમય કાઢી લે છે, તે પ્રસંશનીય છે.
ડીડી ઇન્ડિયાના વરિષ્ઠ સંપાદક રમેશ રામચંદ્રને ટ્વીટર પર એક નાની વીડિયો ક્લિપ શેર કરી છ, બેરી ઓ ફ્રેલનો આખુ ઇન્ટરવ્યૂ સોમવારે રાત્રે 8 વાગે ટેલિકાસ્ટ થશે.
બેરી ઓ ફ્રેલે જણાવ્યુ કે મોદીએ કોરોનાને લઇને ઓસ્ટ્રેલિયન પીએમ મૉરિસન સાથે વાત કરી હતી. ત્યારબાદ બન્ને દેશો એકબીજાની સાથે મળીને કોરોના રિસર્ચ પર કામ કરવા તૈયાર થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement