શોધખોળ કરો
Advertisement
અયોધ્યા વિવાદ પર SC આજે આપશે ચુકાદો, UPમાં ત્રણ દિવસ સ્કૂલ-કૉલેજો બંધ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ મામલામાં આવતીકાલે એટલે કે શનિવારે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. નોંધનીય છે કે અયોધ્યા મામલાના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરત પર કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારને રાજ્યમાં સ્કૂલ, કોલેજો, એજ્યુકેશન સેન્ટરો અને ટ્રેનિંગ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર, રાજ્યમાં 9થી11 નવેમ્બર સુધી સ્કૂલ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે, રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થળો પર પુરતી સુરક્ષાકર્મીઓ તૈનાત કરવા અને એ સુનિશ્વિત કરવા કહેવામાં આવ્યું છે કે દેશમાં ક્યાંય પણ કોઇ અપ્રિય ઘટના ના ઘટે. અધિકારીએ કહ્યુ કે, મંત્રાલયે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે રાજ્ય સરકારની મદદ માટે અર્ધસૈનિક દળોની 40 કંપનીઓ મોકલી છે. ગૃહમંત્રાલયે બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આગેવાનીની ઉત્તર પ્રદેશ સરકારને અયોધ્યામાં તમામ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ સુનિશ્વિત કરવાનો આગ્રહ કર્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અસામાજિક તત્વો ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે જેથી પરિપત્રમાં ઉત્તર પ્રદેશ સરકારને અતિસંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવા માટે પોલીસ તૈનાત કરવાના નિર્દેશ અપાયા હતા.Supreme Court to deliver verdict in the #Ayodhya land dispute case tomorrow. https://t.co/pC6Ri3ZhyU pic.twitter.com/H21ZG2MmSY
— ANI (@ANI) November 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement