શોધખોળ કરો
Advertisement
આજે જ બેંકનું કામ પતાવી લેજો, આવતીકાલે આ બેંકોમાં રહેશે હડતાળ
AIBEAએ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, લોકસભાએ હાલમાં જ પસાર કરેલ ત્રણ શ્રમ કાયદા પસાર કર્યા છે અને કારોબારામાં સુગમતાના નામે હાલના 27 કાયદા સમાપ્ત કરી દીધા છે.
નવી દિલ્હીઃ અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોની 26 નવેમ્બરની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાવવાની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓ વિરૂદ્ધ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતીય મજદૂર સંઘને છોડીને 10 કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોએ 26 નવેમ્બરે બેંકોમાં રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.
AIBEAએ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, લોકસભાએ હાલમાં જ પસાર કરેલ ત્રણ શ્રમ કાયદા પસાર કર્યા છે અને કારોબારામાં સુગમતાના નામે હાલના 27 કાયદા સમાપ્ત કરી દીધા છે. આ કાયદા સ્પષ્ટપણે કોર્પોરેટ જગતના હિતમાં છે. આ પ્રક્રિયામાં 75 ટકા શ્રમિકોને શ્રમ કાયદાથી બહાર કરી દેવામાં આવ્યા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈપણ પ્રકારનું સંરક્ષણ નહીં મળે.
AIBEA ભારતીય સ્ટેટ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકને છોડીને મોટાભાગની બેંકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેના મોટાભાગના સભ્યોમાં જુદી જુદી સાર્વજનિક અને જૂની ખાનગી ક્ષેત્રની બેંકો તથા કેટલીક વિદેશી બેંકોના ચાર લાખ કર્મચારી છે. નિવેદન અનુસાર મહારાષ્ટ્રમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો, જૂની પેઢીની ખાનગી બેંકો, ક્ષેત્રીય ગ્રામીં બેંકો તથા વિદેશી બેંકોના અંદાજે 30,000 કર્મચારી હડતાળમાં જોડાશે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના આશરે ૫ હજાર કર્મચારીઓ ગુરુવારે કામકાજથી અલિપ્ત રહેશે.
ગ્રામીણ બેંક સંગઠનોએ આ હડતાળને સફળ બનાવવા માટે એપ પત્ર બહાર પાડ્યો છે અને તેમાં કહ્યું છે કે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હડતાળ પર જવા માટે પ્રેરિત કરવામાં આવે અને જિલ્લા સ્તર પર અન્ય શ્રમ સંગઠનોની સાથે આયોજિત થનાર વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement