Shakti Cyclone:'શક્તિ' વાવાઝોડાને લઈ મોટું અપડેટ, રાજ્ય પર શું થશે અસર? ગુજરાત તરફ ફંટાશે?
Shakti Cyclone: હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે અને 6 ઓક્ટોબર યૂ ટર્ન લેશે.

Shakti Cyclone:હવામાન વિભાગ મુજબ 'શક્તિ' વાવાઝોડું વધુ 'શક્તિશાળી બન્યું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સક્રિય થયેલું "શક્તિ" વાવઝોડું 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. આ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં ખસતું 5 ઓક્ટોબર સુધી ઉત્તર-પશ્ચિમ તથા જોડાયેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચવાની શક્યતા છે.. ત્યારબાદ 6 ઓક્ટોબરની સવારથી તે પુનઃ વળાંક લઈ પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં ખસશે અને ધીમે ધીમે નબળું પડશે..
6 ઓકટોબરે વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે. જો કે તેની અસર વધુ તીવ્ર નહીં હોય.વાવાઝોડાની અસરના પગલે 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 8 ઓક્ટોબરે દ્વારકા , જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દદરા નગર, હવેલીમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો 9 ઓક્ટોબરના વલસાડ, દમણ, દદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બંગાળીની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અરબ સમુદ્રમાં જતાં વધુ મજબૂત બની છે અને વાવાઝડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેની અસરથી ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સાગરમાં ઉદભવેલું વાવાઝોડુંની અસર ગુજરાત દરિયાકાંઠામાં જોવા મળી રહી છે. વાવાઝોડું પોરબંદરથી 420 કિમી દૂર છે. પોરબંદર, દ્વારકા સહિતના ગુજરાતના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરને લઈને પોરબંદરનું પ્રશાસન સતર્ક છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
વાવાઝોડું 'શક્તિ' આજે તીવ્ર બને તેવી હવામાન વિભાગની આગાહી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું આજે રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.અરબ સાગરમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, હાલ વાવાઝોડું દ્વારકાથી અને કચ્છના નલિયાથી વાવાઝોડું 360 કિમી દૂર છે. પોરબંદરના દરિયાથી વાવાઝોડું 420 કિમી દૂર છે. શક્તિ વાવાઝોડું કાલે ઉત્તર-મધ્ય,મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચશે.શક્તિ વાવાઝોડાને લઈ ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 'શક્તિ' વાવાઝોડાની વધુ અસર વર્તાશે, બઈ- ઠાણે-પાલઘર વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે છે.રત્નાગિરી-સિંધુદુર્ગ જિલ્લામાં ચક્રવાતની અસર સંભવ છે. 5 ઓક્ટોબર સુધી મહારાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. પૂર્વી વિદર્ભ, મરાઠવાડામાં ભારેથી અતિભારે વરસાદી આગાહી છે.ઉત્તર કોકણના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું અનુમાન છે.
અંબાલાલ પટેલનનું વાવાઝોડાને લઇને આંકલન
શક્તિ વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. એક-બે દિવસમાં વાવાઝોડાની અસર શરૂ થઈ જશે, અંબાલાલની આગાહી મુજબ જામનગર-કચ્છ સહિતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળશે. 65થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થવાની શક્યતા છે. વાવાઝોડાની સાથે પશ્ચિમી વિક્ષેપ પણ આવી રહ્યું છે. કચ્છ, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. 10 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.





















