શોધખોળ કરો
Bihar Election: BJP એ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ફ્રીમાં કોરોના રસી આપવાનો કર્યો વાયદો
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે.

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારણે બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યુ હતું. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે. પાર્ટીએ સરકાર બનવા પર સમગ્ર બિહારમાં ફ્રી કોરોના રસી આપવાની તથા 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે. આ પ્રસંગે ભાજપના બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ ઢંઢેરામાં કેટલાંક વચન આપવામાં આવ્યાં હતાં. જેમકે 19 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે, ત્રણ લાખ નવા શિક્ષકની ભરતી કરવામાં આવશે, 2022 સુધીમાં 30 લાખ લોકોને પાક્કાં મકાન આપશું, એક કરોડ મહિલાઓને સ્વાવલંબી બનાવશું, આઇટી સેક્ટરમાં પાંચ લાખ નવી નોકરી ઊભી કરીશું, એંજિનિયરીંગ અને મેડિકલ અભ્યાસ હિન્દી ભાષામાં કરવાની વ્યવસ્થા કરીશું. 28મી ઓક્ટોબરે બિહાર વિધાનસભાના પહેલા તબક્કાના મતદાનનો આરંભ થશે. જેમાં 71 બેઠકોનું ભાવિ નક્કી થશે.
Before You Go
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી






















