શોધખોળ કરો
Advertisement
BJP સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, લોકસભામાં ચર્ચા દરમિયાન ગોડસેને ગણાવ્યો ‘દેશભક્ત’
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. લોકસભામાં ચર્ચા દરમિયાન તેણે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો.
નવી દિલ્હીઃ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. લોકસભામાં ચર્ચા દરમિયાન તેણે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. એસપીજી બિલ પર ચર્ચા દરમિયાને તેણે આ વિવાદિત ટિપ્પણી કરી હતી. ઠાકુરના નિવેદનને લોકસભાની કાર્યવાહીમાંથી દૂર કરવા કહેવાયું છે.
નિવેદન બાદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, તે આ અંગે કાલે જવાબ આપશે. પહેલા પૂરું સાંભળો, હું કાલે જવાબ આપીશ. પોતાના નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં રહેનારી પ્રજ્ઞા ઠાકુરને તાજેતરમાં જ રક્ષા મંત્રાલયની સંસદીય કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રજ્ઞા ઠાકુર ભોપાલના સાંસદ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને હરાવ્યા હતા. તે માલેગાંવ બ્લાસ્ટની પણ આરોપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેની સામે મકોકાના આરોપને ફગાવી દીદા હતા. જે બાદ બોમ્બે હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોના આધારે તેને જામીન આપ્યા હતા. 2017થી તે જામીન પર છે. હાલ યૂએપીએ કાનૂન અંતર્ગત તેના પર કેસ ચાલી રહ્યો છે.#WATCH BJP MP Pragya Singh Thakur on reports of her referring to Nathuram Godse as 'deshbhakt' in Lok Sabha: Pehle usko poora suniye, mai kal dungi jawab. pic.twitter.com/4xieTz5HpH
— ANI (@ANI) November 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion