શોધખોળ કરો
Advertisement
બીજેપીના વધુ એક મોટા નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા, ટ્વીટ કરીને કહ્યું હું હરિદ્વારમાં સેલ્ફ ક્વૉરન્ટાઇન છું
કોરોના પૉઝિટીવ નીકળ્યા બાદ ઉમા ભારતીએ ખુદને ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે વન્દે માતરમ કંજુમાં સેલ્ફ ક્વૉરન્ટાઇન કરી લીધુ છે
નવી દિલ્હીઃ કોરોનાનો કેર હવે વીઆઇપી અને વીવીઆઇપી પર વર્તાઇ રહ્યો છે. દિગ્ગજ નેતા અને અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે, આ લિસ્ટમાં વધુ એક નામ બીજેપીના મોટા નેતા ઉમા ભારતીનુ પણ જોડાઇ ગયુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના દિગ્ગજ નેતા ઉમા ભારતીને કોરોનાનો ચેપ લાગ્યો છે, આ વાતની જાણકારી તેમને ખુદ ટ્વીટ કરીને આપી છે. કોરોના પૉઝિટીવ નીકળ્યા બાદ ઉમા ભારતીએ ખુદને ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે વન્દે માતરમ કંજુમાં સેલ્ફ ક્વૉરન્ટાઇન કરી લીધુ છે.
ટ્વીટ કરીને ઉમા ભારતીએ લખ્યું- હું તમારી જાણકારીમાં એ વાત નાંખી રહી છુ કે હું આજે પોતાની પહાડની યાત્રાની સમાપ્તિના અંતિમ દિવસ તંત્રને અગ્રાહ કરીને કોરોના ટેસ્ટની ટીમનો બોલાવી, કેમકે મને 3 દિવસથી સામાન્ય તાવ આવી રહ્યો હતો, મે હિમાલયમાં કૉવિડની તમામ વિધિનિષેધ તથા સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કર્યુ છતાં હુ કોરોના પૉઝિટીવ નીકળી છું.
તેને આગળ ટ્વીટમાં લખ્યું- હુ હાલમાં હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે વન્દે માતરમ કુંજમાં ક્વૉરન્ટાઇન છું, જે મારા પરિવાર જેવુ છે. ચાર દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહી તો ડૉક્ટરોના પરામર્શ અનુસાર નિર્ણય લઇશ. મારા આ ટ્વીટને જે પણ મારા સંપર્કમાં આવેલા ભાઇ-બહેન વાંચે અને તેમને ખબર પડી જાય કે તે બધાને મારી અપીલ છે કે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિથી અલગ થઇ ગયેલી ઉમા ભારતી ફરી એકવાર રાજનીતિમાં એક્ટિવ થઇ શકે છે, મનાઇ રહ્યું છે કે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ઉપ-ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી રાજ્યના રાજકારણમાં પરત ફરી શકે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion