શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં ક્રિકેટ રમવા દિલ્હીથી હરિયાણા પહોંચ્યા બીજેપીના મોટા નેતા, સોશ્યલ ડિસ્ટન્સિંગની ઉડી ધજ્જીયાં
દેશમાં કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર દેશની જનતાને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા અને માસ્ક પહેરવાનો આગ્રહ કરી રહ્યાં છે. પણ બીજેપીના સાંસદ મનોજ તિવારી સરકાર દ્વારા બનાવવામાં આવેલી નિયમોની ધજ્જીયાં ઉડાવતા ક્રિકેટ રમવા પહોંચ્યા હતા
નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન 4.0 ચાલી રહ્યું છે, લોકો કોરોના હરાવવા ઘરમાં પુરાઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે બીજેપી નેતા-દિલ્હી બીજેપીના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી લૉકડાઉનમાં ક્રિકેટ રમવા દિલ્હીથી હરિયાણા પહોંચ્યા હતા.
મેચ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ઉલ્લંઘન થયુ હતુ. હરિયાણા સરકારના આદેશ અનુસાર ખેલાડીઓ અને સામાન્ય માણસો સ્ટેડિયમમાં રમવા જઇ શકે છે, પણ ત્યાં ભીડ એકઠી નથી થઇ શકતી. પણ મનોજ તિવાર ગામ શેખપુરાની ક્રિકેટ એકેડમીમાં ભીડની વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમને માસ્ક પણ ના પહેર્યુ, અને સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન પણ ના રાખ્યુ, એટલુ જ નહીં તેમને ત્યાં ગીતો પણ ગાયા હતા.
દેશમાં કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર દેશની જનતાને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા અને માસ્ક પહેરવાનો આગ્રહ કરી રહ્યાં છે. પણ બીજેપીના સાંસદ મનોજ તિવારી સરકાર દ્વારા બનાવવામાં આવેલી નિયમોની ધજ્જીયાં ઉડાવતા ક્રિકેટ રમવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે દેશભરમાં લૉકડાઉનના બે મહિના વિતી ગયા છે, અને વધતા કેસોને લઇને હજુ પણ મહામારીનો ખતરો દેશ પર મંડરાઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion