શોધખોળ કરો
Advertisement
BJPના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- રમઝાનમાં લોકડાઉનનું પાલન કરજો, ઘરમાં રહીને જ કરજો ઈબાદત
કેન્દ્રીય મંત્રી નકવીએ રમઝાનના પવિત્ર મહિનામાં તમામ ધાર્મિક, જાહેર, વ્યક્તિગત સ્થળો પર લોકડાઉન, કર્ફ્યુ, સોશિયલ ડિસ્ટેંસિંગનું પ્રભાવી રીતે પાલન કરવા તથા લોકોને તેમના ઘરમાં જ રહીને ઈબાદત (પ્રાર્થના) કરવા કહ્યું હતું.
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે રમઝાન મહિનો શરૂ થવાનો છે. પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજયોના વક્ફ બોર્ડની સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. બેઠકમાં રમઝાનને લઈ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, 24 એપ્રિલથી રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે અને આ મહિનામાં લોકો લોકડાઉનના દિશાનિર્દેશો સહિત સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરે.
કેન્દ્રીય મંત્રી નકવીએ રમઝાનના પવિત્ર મહિનામાં તમામ ધાર્મિક, જાહેર, વ્યક્તિગત સ્થળો પર લોકડાઉન, કર્ફ્યુ, સોશિયલ ડિસ્ટેંસિંગનું પ્રભાવી રીતે પાલન કરવા તથા લોકોને તેમના ઘરમાં જ રહીને ઈબાદત (પ્રાર્થના) કરવા કહ્યું હતું.
વીડિયો કોન્ફરન્સમાં ઉત્તર પ્રદેશ (શિયા તથા સુન્ની), આંધ્રપ્રદેશ, બિહાર (શિયા તથા સુન્ની), દાદરા નગર હવેલી, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આસામ, મણિપુર, રાજસ્થાન, તેલંગાણા, અંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલપ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, તમિલનાડુ, ત્રિપુરા અને ઉત્તરાખંડના વક્ફ બોર્ડના વરિષ્ઠ સભ્યો સામેલ થયા હતા.
દેશના અનેક વક્ફ બોર્ડ હેઠળ સાત લાખથી વધારે રજિસ્ટર્ડ મસ્જિદ, ઈદગાહ, દરગાહ સહિત અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો છે.
દેશમાં કોરોના સંક્રમણને ફેલાતું રોકવા 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ખુદ પ્રધાનમંત્રીએ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગ પાલન કરવાની અપીલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement