શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોરોનાના સંકટને લઈને ભાજપના કયા નેતાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી? જાણો પછી શું કહ્યું?
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ શહેર સૌથી મોટું હોટસ્પોટ બનેલું છે. જેને લઈને વિરોધીઓ મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કરી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ શહેર સૌથી મોટું હોટસ્પોટ બનેલું છે. જેને લઈને વિરોધીઓ મહારાષ્ટ્ર સરકાર પર હુમલો કરી રહી છે. હવે બીજેપીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે, બીજેપીને સત્તાથી બહાર રહેવાનું સહન થઈ રહ્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી અને બીજપીના નેતા નારાયણ રાણેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સેના બોલાવવાની માંગ પણ કરી છે. સરકારમાં કોરોનાનો સામનો કરવાની શ્રમતા નથી - નારાયણ રાણે નારાયણ રાણેએ કહ્યું હતું કે, આ સરકાર કંઈ કરી શકે તેમ નથી, લોકોનો જીવ બચાવી શકતી નથી. સરકાર ફેલ થઈ રહી છે. આ સરકારમાં કોરોનાનો સામનો કરવાની ક્ષમતા નથી. આ માટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત બાદ રાણેએ સેના બોલાવવાની વાત પણ કરી હતી. રાજ્ય સરકારની હોસ્પિટલોની હાલત દયનીય - નારાયણ રાણે રાણેએ કહ્યું હતું કે, રાજ્યપાલને અમે અનુરોધ કર્યો છે કે, લોકોનો જીવ બચાવો, તેમની સારવાર સારી કરવા માટે મહાનગર પાલિકા અને રાજ્ય સરકારની હોસ્પિટલો સેનાના હવાલે કરી દેવામાં આવે. રાજ્યસબા સદસ્ય રાણેએ દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે અનુભવ વગરના મુખ્યમંત્રી છે જે પોલીસ અને પ્રશાસનને ચલાવી શકતા નથી. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારની હોસ્પિટલોની હાલત દયનીય છે. મહારાષ્ટમાં અત્યાર સુધી 1695 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-10ના 2436 નવા કેસ નોંધાયા હતા ત્યાર બાદ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 52667 થઈ ગઈ છે. એક આરોગ્ય વિભાગના અધિકારીએ આ જાણકારી આપી છે. મહામારીના કારણે 1695 લોકોનાં મોત નિપજ્યાં છે. સોમવારે રાજ્માં 1186 દર્દીઓની સારવાર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
વધુ વાંચો





















