શોધખોળ કરો
Advertisement
રામ માધવનો દાવો- PM મોદી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને 2047 સુધી ભાજપ સત્તામાં રહેશે
ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે દાવો કર્યો કે પાર્ટી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને તેઓ 2047 સુધી સત્તામાં રહેશે.
અગરતલા: ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારે દાવો કર્યો કે પાર્ટી કૉંગ્રેસનો રેકોર્ડ તોડશે અને તેઓ 2047 સુધી સત્તામાં રહેશે. ભાજપના નેતાએ કહ્યું, જો કોઈ પાર્ટી હોઈ જે લાંબા સમયથી સુધી 1950થી 1977 સુધી સત્તામાં રહી હોય, તે કૉંગ્રેસ છે. હું તમને વાયદો આપું છુ કે મોદીજી આ રેકોર્ડને તોડશે.
નરેંદ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર લાંબો સમય સુધી સત્તામાં રહેશે. અમને વિશ્વાસ છે કે પાર્ટી 2047 સુધી સત્તામાં રહેશે, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો હશે. રાષ્ટ્રવાદ બાજપના ડીએનએમાં છે. રામ માધવ અગરતલામાં રવીન્દ્ર સતવાર્ષિકી ભવનમાં પાર્ટીની વિજય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, અમે છેલ્લા પાંચ વર્ષોમાં સાંપ્રદાયિક અશાંતિ, ભ્રષ્ટાચારને રોકવામાં સફળ રહ્યા અને મજબૂત ભારતનું નિર્માણ કરવા અને આર્થિક સ્થિરતા લાવવાને કારણે અમને પ્રચંડ જીત મળી છે. સંસદ સુધી પહોંચવા માટે અમારી પાર્ટીએ સેનાની ઉપલબ્ધિયોનો સહારો નથી લીધો. રામ માધવે પૂર્વોત્તર ભારતમાં ભાજપની જીત માટે મુખ્ય ભૂમિકા નિભાવી છે.Ram Madhav, BJP in Tripura: If there's any party which has been in power for longest duration, it's Congress - from 1950 to 1977. I assure you that Modi ji is going to break that record...There will be BJP in power till the time we enter 100th yr of independence in 2047. (07.06) pic.twitter.com/deWi8s8FjB
— ANI (@ANI) June 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement