શોધખોળ કરો
Advertisement
Video: BJP નેતાએ પત્નીને ગિફ્ટમાં આપી 5 કરોડની કાર, રિક્ષાને મારી ટક્કર
નવી દિલ્લી: મુંબઈના મીરા ભાયંદર વિસ્તારના ભાજપ નેતા નરેન્દ્ર મહેતાની પત્નીએ લેમ્બોર્ગીની કારનો એક રિક્ષા સાથે અથડાવી છે. જેનો વીડિયો વાઈરલ થયો છે. જો કે આ ટક્કરમાં કોઈને નુક્સાન થયું નથી, કે નથી કોઈ ઈજા પહોંચી. જાણકારી મળી છે તે નરેન્દ્ર મહેતાએ પાંચ કરોડની લક્ઝરી કાર પત્નીને તેના જન્મ દિવસે ભેટ આપી હતી.
જે સમયે નરેન્દ્ર મહેતાની પત્નીએ રિક્ષાને ટક્કર મારી તે સમયે કોઈએ આ ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જ્યારે ઘટના બની ત્યારે નરેન્દ્ર મહેતાનો દિકરો પણ કારમાં હતો. આ ઘટનાની જાણ થતાં નરેન્દ્ર મહેતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પહેલા તેમણે ગાડીની હાલત જોઈ અને પછી પોતાના ડ્રાઈવર સાથે વાત કરવા લાગ્યા હતા.
ઘટનાની જાણકારી આપતા નરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે તે સમયે ગાડી તેમની પત્ની સુમન મહેતા ચલાવી રહી હતી. પણ જે રીતે વાઈરલ વીડિયોમાં દેખાય છે તેવું કઈ થયું નથી. આ તેમને બદનામ કરવાની કોશિશ છે. હું રાજકારણમાં છું માટે આ વીડિયો આ હદે વાઈરલ કરવામાં આવી રહ્યો છે. રોજ ઘણા એક્સિડંટ થાય છે. હજી સુધી આ મામલે રિક્ષા વાળા તરફથી પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી.WATCH: BJP MLA Narendra Mehta's wife rams newly gifted Lamborghini into an auto rickshaw, in Maharashtra (Aug 27th)https://t.co/k1HAvFJTOe
— ANI (@ANI_news) 30 August 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement