New Karnataka CM: કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોને બનાવાયા
કર્ણાટકના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોને બનાવાયા
કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈના નામની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી તરીકે નામની જાહેરાત થયા બાદ બસવરાજ બોમ્મઈએ કહ્યું હાલની પરિસ્થિતિમાં આ એક મોટી જવાબદારી છે. હું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના અનુરુપ ગરીબો માટે કામ કરવાની કોશિશ કરીશ. મને ક્યારેય આ પ્રકારની આશા નહોતી પરંતુ મને મારી મહેનત પર ભરોસો હતો અને મને તેનું પરિણામ મળ્યું છે.
આજે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
Basavaraj S Bommai to be the next CM of Karnataka announces BJP observer for the state and Union Minister Dharmendra Pradhan pic.twitter.com/poNFhORUHq
— ANI (@ANI) July 27, 2021
બસવરાજ બોમ્મઈ બુધવાર અથવા ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. બસવરાજ બોમ્મઈ પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના દિકરા છે. બસવરાજ બોમ્મઈ બીએસ યેદિયુરપ્પાની નજીકના છે અને લિંગાયત સમાજમાંથી આવે છે. બોમ્મઈ બીએસ યેદિયુરપ્પાની કેબિનેટમાં ગૃહ મંત્રી રહી ચૂક્યા છે.
ધારાસભ્ય દળની બેઠકમાં બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાપ યેદિયુરપ્પાએ રાખ્યો હતો. ગોવિંદ કરજોલે પ્રસ્તાવનું સમર્થન કર્યું. જેના પર તમામ ધારાસભ્યોએ સહમિત દર્શાવી હતી. ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ બોમ્મઈએ યેદિયુરપ્પાને પગે લાગી આર્શીવાદ મેળવ્યા હતા.
યેદિયુરપ્પાએ સોમવારે CM પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ દિવસે જ રાજ્યમાં ભાજપની સરકારને બે વર્ષ પૂરાં થયાં હતાં. એની સાથે જ CMના દાવેદારોની ચર્ચાઓ થવા લાગી છે. યેદિયુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય 1990થી ભાજપને સમર્થન કરતો આવ્યો છે. કર્ણાટકની વસતિમાં એનો હિસ્સો લગભગ 17 ટકા છે. રાજ્યની 224 વિધાનસભા સીટમાંથી 90થી 100 સીટ પર લિંગાયતોનો પ્રભાવ છે.