શોધખોળ કરો

West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલો આ બદલાવ ફક્ત ચૂંટણી સંયોગ નથી, પરંતુ ખૂબ જ આયોજિત ટેક્નિકલી એન્જિયનિયરિંગનું  પરિણામ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાજપે બંગાળમાં કમળ મેળા દ્વારા સામાજિક ઉત્સવમાં ચૂંટણી પ્રચાર કર્યો.
  • ૧૨,૦૦૦ નુક્કડ સભાઓ યોજાઈ.
  • સ્થાનિક ઉમેદવારો અને 'માતૃ-યુવા શક્તિ' કાર્ડ્સથી વિશ્વાસ વધાર્યો.

West Bengal BJP Victory Reasons:પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલો આ બદલાવ ફક્ત ચૂંટણી સંયોગ નથી, પરંતુ ખૂબ જ આયોજિત ટેક્નિકલી એન્જિયનિયરિંગનું  પરિણામ છે. લાંબા સમયથી કોઈપણ વિપક્ષી પક્ષ માટે અભેદ્ય માનવામાં આવતું હતું, ત્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બહુમતીનો રસ્તો સાફ કર્યો છે. આ માર્ગ સરળ નહોતો. તે મોટી જાહેર રેલીઓ દ્વારા નહીં, પરંતુ બંગાળની શેરીઓમાં અને ઘરોમાં યોજાયેલી નાની સભાઓ દ્વારા રસ્તો બનાવ્યો હતો. આ સમગ્ર ચૂંટણી ચક્રવ્યૂહ પાછળ સંગઠનના ચાણક્ય સુનીલ બંસલ અને ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવની જોડી હતી જેમને સહ-પ્રભારી બિપ્લબ કુમાર દેબનો ટેકો મળ્યો હતો.

કમલ મેળાનો માસ્ટરસ્ટ્રોક
 
બંગાળના મિજાજને સમજવા માટે ભારતીય જનતા પાર્ટીને તેની સંસ્કૃતિમાં ભળી  જવાની જરૂર હતી. આ હાંસલ કરવા માટે, ભાજપે "કમળ મેળા" નામનો એક અનોખો પ્રયોગ શરૂ કર્યો. ચૂંટણી પ્રચારને ફક્ત ભાષણો સુધી મર્યાદિત રાખવાને બદલે તેણે તેને એક સામાજિક ઉત્સવમાં પરિવર્તિત કર્યો. દરેક વિધાનસભા મતવિસ્તારમાં યોજાતા આ મેળાઓ સ્થાનિક સંગીત, કલા અને ચર્ચાનો સંગમ હતા જે રાજકારણને સ્ટેજથી સીધા સામાન્ય માણસના ઘરઆંગણે લાવતા હતા. આનાથી મતદારોના મનમાં પાર્ટી માટે એક નવી અને સ્વીકાર્ય છબી બનાવવામાં મદદ મળી.

આ પણ વાંચો- તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVK સત્તામાં આવશે તો કોણ બનશે મુખ્યમંત્રી, જાણો

ફૂટબોલના સહારે લોકોના દિલમાં ઉતરી ભાજપ 

બંગાળમાં ફૂટબોલ એક લોકપ્રિય રમત છે. આ તકનો લાભ ઉઠાવીને ભાજપે રાજ્યભરમાં ફૂટબોલ મેચોનું આયોજન કર્યું, જ્યાં પરંપરાગત રાજકારણ મર્યાદિત હતું તેવા વિસ્તારોમાં પણ તેની પહોંચનો વિસ્તાર કર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પણ સામે આવ્યા જેમાં તેઓ ગંગટોકમાં બાળકો સાથે ફૂટબોલના મેદાનમાં ગોલ કરતા જોવા મળ્યા હતા. 

ડોર-ટુ-ડોર મીટિંગ્સનું 'બંગાળ પરિણામ'

ફેબ્રુઆરીમાં, જ્યારે પરીક્ષાઓને કારણે લાઉડસ્પીકરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે પાર્ટીએ તેને એક તકમાં ફેરવી દીધી, માત્ર એક મહિનામાં 1.65 લાખથી વધુ ડોર-ટુ-ડોર મીટિંગ્સ યોજી. આ નાના જૂથોને વોટ્સએપ ગ્રુપ્સ સાથે જોડીને સંદેશાવ્યવહારનું એક ડિજિટલ નેટવર્ક બનાવવામાં આવ્યું જેણે ચૂંટણીને મેક્રોથી માઇક્રો લેવલ પર ખસેડી.

12,000 નુક્કડ સભા

વધુમાં, લગભગ 12,000 નુક્કડ સભા મોટા પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઘટાડ્યું. નેતાઓ અને જનતા વચ્ચે સીધો સંદેશાવ્યવહાર સરળ બનાવ્યો અને સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન, સરકાર વિરુદ્ધ ચાર્જશીટ ઝુંબેશએ વિપક્ષને પાછળ ધકેલી દીધો અને મુદ્દાઓ પર જનતામાં સ્પષ્ટતા લાવી.

સ્થાનિક ચહેરાઓએ વિશ્વાસ વધાર્યો 

ભાજપની વ્યૂહરચનામાં આ વખતે સૌથી મોટો ફેરફાર તેના ઉમેદવારની પસંદગીનો હતો. બહારના લોકોના આરોપોનો સામનો કરવા માટે પાર્ટીએ સ્થાનિક ડોકટરો, વકીલો, ખેલાડીઓ અને કલાકારોને મેદાનમાં ઉતાર્યા. સ્થાનિક ચહેરાઓ પર આ ધ્યાન કેન્દ્રિત કરવાથી જનતામાં પોતાના હોવાની  ભાવના જાગી. ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે જારી કરાયેલા "માતૃ શક્તિ" અને "યુવા શક્તિ" ટ્રસ્ટ કાર્ડ ગેમ-ચેન્જર સાબિત થયા.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget