શોધખોળ કરો

જમ્મુ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ શાના દ્વારા કરાયા હોવાની છે આશંકા ? બે બ્લાસ્ટમાં કેટલું થયું નુકસાન ?

જમ્મુઃ જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર નજીક બે મિનિટમાં થયેલા બે ઉપરાછાપરી વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. આ બોમ્બ વિસ્ફોટના પગલે નેશનલ બોમ્બ સેન્ટરના એક્સપર્ટ્સ અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અપાઈ છે.

જમ્મુઃ જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર નજીક બે મિનિટમાં થયેલા બે ઉપરાછાપરી વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. આ બોમ્બ વિસ્ફોટના પગલે નેશનલ બોમ્બ સેન્ટરના એક્સપર્ટ્સ અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અપાઈ છે. બીજી તરફ એનડીટીવીના અહેવાલમાં દાવો કરાયો છે કે, એરપોર્ટમાં કરાયેલો આ હુમલો ડ્રોન એટેકે છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે નરવાલ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 કિલો IED જપ્ત કરવામાં આવ્યું છે. આ આતંકવાદીનું જમ્મુના બ્લાસ્ટ સાથે કોઈ કનેક્શન છે કે કેમ તેની તપાસ હજુ ચાલી રહી છે.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર પાસે વહેલી સવારે બે વાગ્યો  5 મિનિટના અંતરે બે વિસ્ફોટ થયા હતા. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે પ્રથમ વિસ્ફોટ કમ્પાઉન્ડ બિલ્ડિંગની છત પર અને બીજો નીચે થયો હતો. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વાયુસેનાએ જણાવ્યુ છે કે વિસ્ફોટમાં માત્ર છત જ ડેમેજ થઈ છે અને અન્ય કોઈ નુકશાન થયું નથી.

ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે લો-ઇંટેંસિટીના વિસ્ફોટ થયા હતા. એક વિસ્ફોટમાં બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે, જ્યારે અન્ય એક વિસ્ફોટ જમીન પર થયો હતો, પરંતુ તેમાં પાક કોઈ નુકશાન થયું નથી.

આ  વિસ્ફોટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બની છે તે જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારની નજીક ભારતીય વાયુ સેનાનું સ્ટેશન હેડક્વાર્ટર પણ છે. જમ્મુનું મુખ્ય એરપોર્ટ પણ આ કેમ્પસમાં જ આવે છે. એરફોર્સ, નેવી અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

 

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
સોનાની ચેન કેવી રીતે બને છે? આ વાયરલ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!
સોનાની ચેન કેવી રીતે બને છે? આ વાયરલ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget