શોધખોળ કરો

Punjab News: પંજાબમાં ત્રણ કલાકની અંદર બે વિસ્ફોટ, જલંધર અને અમૃતસરમાં BSF હેડક્વાર્ટર બહાર બ્લાસ્ટ

Punjab Double Blast News: પંજાબમાં રાત્રે બે અલગ અલગ સ્થળોએ થયેલા વિસ્ફોટો બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પંજાબમાં બે સ્થળોએ રાત્રે થયેલા વિસ્ફોટોથી સુરક્ષા તંત્ર એલર્ટ.
  • જલંધરમાં BSF મુખ્યાલય પાસે સ્કૂટીમાં, અમૃતસરમાં આર્મી કેમ્પ નજીક વિસ્ફોટ.
  • બંને સ્થળોએ કોઈ જાનહાનિ નહીં, સુરક્ષા એજન્સીઓ તપાસમાં કામે લાગી.
  • વિસ્ફોટો પાછળ કોઈ સંબંધ કે અલગ ઘટના, એજન્સીઓ ચકાસણીમાં વ્યસ્ત.

Punjab Double Blast News:  પંજાબમાં રાત્રે બે અલગ અલગ સ્થળોએ થયેલા વિસ્ફોટો બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. જલંધરમાં બીએસએફ પંજાબ મુખ્યાલયની બહાર થયેલા વિસ્ફોટ બાદ અમૃતસરના ખાસા વિસ્તારમાં આર્મી કેમ્પની બહાર પણ વિસ્ફોટ થયો હતો. સેના અને પંજાબ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમૃતસર ગ્રામીણ પોલીસના પોલીસ અધિક્ષક (ડિટેક્ટીવ) આદિત્ય વોરિયરે જણાવ્યું હતું કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

પહેલી ઘટના જલંધરમાં રાત્રે 8:15 વાગ્યે બની હતી. બીએસએફ પંજાબ હેડક્વાર્ટરની બહાર પાર્ક કરેલા સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિની ​​પુષ્ટી થઈ નથી.

થોડા કલાકો પછી અમૃતસરમાં વિસ્ફોટ

જલંધરની ઘટનાના થોડા કલાકો પછી રાત્રે 10:30 વાગ્યે અમૃતસરના ખાસા વિસ્તારમાં એક આર્મી કેમ્પ પાસે વિસ્ફોટ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્ફોટનો અવાજ દોઢ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વધુમાં વિસ્ફોટની તીવ્રતા એટલી મોટી હતી કે તેનાથી કેમ્પસની દિવાલો હચમચી ગઈ હતી.

સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી

બંને ઘટનાઓનો તાત્કાલિક જવાબ સેના અને પંજાબ પોલીસે આપ્યો હતો. ફોરેન્સિક ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે અને પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિની ​​પુષ્ટી થઈ નથી. જોકે, વિસ્ફોટોની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

જલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું હતું કે, "અમારી પેટ્રોલિંગ ટીમ રાત્રે 8 વાગ્યાની આસપાસ અહીં હાજર હતી. ગેટ પાસે એક સ્કૂટી પાર્ક કરવામાં આવી હતી. અચાનક તેમાં આગ લાગી ગઈ. અમે BSF પાસેથી માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂટર અહીં કામ કરતા એક વ્યક્તિનું છે અને તે પહોંચતા જ તેમાં આગ લાગી ગઈ. અમે આ ઘટનાના દરેક પાસાની તપાસ કરવા માંગીએ છીએ."

એજન્સીઓએ શરૂ કરી તપાસ 

સુરક્ષા એજન્સીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે બે વિસ્ફોટો વચ્ચે કોઈ સંબંધ છે કે શું આ અલગ-અલગ ઘટનાઓ છે. વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાઓ બાદ કોઈપણ સંભવિત ખતરાને સમયસર અટકાવવા માટે સમગ્ર પંજાબમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Embed widget