શોધખોળ કરો

ઠોસ પરિણામોની આશા', BRICS ના સમાપન પર બોલ્યા PM મોદી, ચીનનો કેમ કર્યો ઉલ્લેખ

BRICS 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન ટિપ્પણી કરતા કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે તમામ દેશોનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને શુભકામનાઓ પાઠવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૮મા બ્રિક્સ સંમેલન સમાપ્ત, પીએમ મોદીએ સહભાગીઓનો આભાર માન્યો.
  • પીએમ મોદીએ કહ્યું, બ્રિક્સ ઉકેલોની એક સિસ્ટમ છે.
  • નવી દિલ્હી ઘોષણાપત્ર ભવિષ્યના સહયોગને સ્પષ્ટ દિશા આપશે.
  • જમીની સ્તરે અસર કરતા ઠોસ પરિણામો પર ભાર મૂકાયો.

BRICS 2026: નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ્ ખાતે યોજાયેલ 18th બ્રિક્સ સંમેલનનું સમાપન થઈ ગયું છે. આ સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન ટિપ્પણી કરતા કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી માટે ધન્યવાદ આપ્યો. આ ઉપરાંત તેમણે આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને પણ શુભકામનાઓ પાઠવી છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મિત્રો, 18th બ્રિક્સ શિખર સંમેલનના સમાપન પર હું આપ સૌની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન યોગદાન માટે હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું. તમારા મહત્વપૂર્ણ વિચારો અને સૂચનોએ આપણા સહયોગને વ્યાપકતા પણ આપી છે અને ઊંડાણ પણ આપ્યું છે. તમારી હાજરી BRICS ની વધતી સુસંગતતા, ખુલ્લાપણું અને સમાવેશીતાનું પ્રમાણ છે. છેલ્લા બે દિવસની આપણી ચર્ચાઓએ આપણો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે કે બ્રિક્સ માત્ર દેશોનો સમૂહ જ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે.

આ પણ વાંચો...મુંબઇના નાલાસોપારામાં વરસાદ વચ્ચે અચાનક ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા, જાણો અપડેટસ

નવી દિલ્હી ઘોષણાપત્ર અમારી સહિયારી વિચારસરણી-સહયોગને સ્પષ્ટ દિશા આપશે

તેમણે કહ્યું, અમને આશા છે કે આ સમિટમાં અપનાવવામાં આવેલું 'નવી દિલ્હી ઘોષણાપત્ર' આપણી સહિયારી વિચારસરણી અને ભવિષ્યના સહયોગ માટે એક સ્પષ્ટ દિશા આપશે. આપણે તમામ પરિણામોને નિર્ધારિત સમયમર્યાદા વાળા કામોમાં બદલવા પડશે, જેની અસર જમીની સ્તર સુધી દેખાય. આપણે મળીને એ સુનિશ્ચિત કરીશું કે આપણું ફ્રેમવર્ક માત્ર કાગળની કામગીરી સુધી સીમિત ન રહે, પરંતુ વાસ્તવિક જીવનમાં ઠોસ અસર પાડે.

 

બ્રિક્સ પોતાના ત્રીજા દશકમાં પ્રવેશ કરી રહ્યું છે

તેમણે કહ્યું, બ્રિક્સ હવે પોતાના ત્રીજા દશકમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. દુનિયા હવે આપણી પાસેથી માત્ર વિચારો અને વાયદાઓની નહીં, પરંતુ ઠોસ પરિણામોની આશા રાખે છે. મને વિશ્વાસ છે કે આપણે આપણા સામૂહિક પ્રયાસોથી આ આશાઓ પર ચોક્કસપણે ખરા ઊતરીશું. હું BRICS ની આગામી યજમાની માટે ચીનને ફરી એકવાર શુભકામનાઓ આપું છું. નવી દિલ્હી સમિટને સફળ બનાવવા માટે હું આપ સૌની અને તમારી ટીમોની ખાસ કરીને પ્રશંસા કરું છું. હું આપ સૌની સુખદ અને સુરક્ષિત યાત્રાની કામના કરું છું.

Frequently Asked Questions

આ કયું બ્રિક્સ સંમેલન હતું અને તેનું અધ્યક્ષ કોણે કર્યું?

આ 18મું બ્રિક્સ સંમેલન હતું, જે નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ્ ખાતે યોજાયું હતું. તેની અધ્યક્ષતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

આ બ્રિક્સ સંમેલનનું મુખ્ય ઘોષણાપત્ર કયું હતું?

આ સમિટમાં 'નવી દિલ્હી ઘોષણાપત્ર' અપનાવવામાં આવ્યું હતું. આ ઘોષણાપત્ર સહિયારી વિચારસરણી અને ભવિષ્યના સહયોગ માટે સ્પષ્ટ દિશા આપશે તેવી આશા રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી બ્રિક્સ સંમેલન માટે કયા દેશને શુભકામનાઓ પાઠવી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા માટે ચીનને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ વિશે શું કહ્યું?

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બ્રિક્સ માત્ર દેશોનો સમૂહ જ નથી, પરંતુ ઉકેલોની એક સિસ્ટમ છે. તે તેની વધતી સુસંગતતા, ખુલ્લાપણું અને સમાવેશીતાનું પ્રમાણ છે.

Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
Embed widget